અમદાવાદઆમચી મુંબઈ

મુંબઈની બાર ડાન્સરે અમદાવાદના વેપારી સાથે કર્યું પ્રેમનું નાટક, 73 લાખ પડાવ્યા ને પછી…

અમદાવાદઃ મુંબઈની બાર ડાન્સર સાથે પળો વીતાવવાનુ્ં અમદાવાદના વેપારીને ભારે પડ્યું હતું. બાર ડાન્સરે બ્લેકમેલ કરી વેપારી પાસેથી 73 લાખ પડાવ્યા હતા. તેમજ બંનેના ફોટા અને વીડિયો ફરતા કરવાની ધમકી આપી હતી. ઉપરાંત વેપારી પાસે અમદાવાદમાં ઘર પણ લેવડાવ્યું હતું. વેપારીએ મકાન ભાડે લઈ આપતા બાર ડાન્સર તેના બાળકો સાથે અમદાવાદ રહેવા આવી ગઈ હતી.

શું છે મામલો
હેબતપુરમાં રહેતા એક વેપારી ધંધાના કામ માટે અવાર નવાર મુંબઈ જતા હતા. તેઓ બારમાં જતા હોવાથી ત્યાંની ડાન્સર સાથે મિત્રતા થઈ હતી. આથી તેઓ હોટલમાં જતા હતા અને અંગત પળો માણતા હતા. કેટલીક વખત આ બાર ડાન્સર તેની સાથે બારમાં ડાન્સ કરતી અન્ય યુવતીઓને પણ સાથે લઈ જતી હતી. બાર ડાન્સરે બંનેની અંગત પળોના ફોટા અને વીડિયો કેપ્ચર કરી લીધા હતા. જેના આધારે તે વેપારીને પોલીસ કેસમાં ફસાવી દેવાની અને આત્મહત્યા કરવાની ધમકી આપતી હતી.

બાર ડાન્સરના ત્રાસથી કંટાળી વેપારીએ નંબર બ્લોક કરી દીધો હતો. જેથી તેણે હાથની નસ કાપી રહી હોવાનો વીડિયો મોકલ્યો હતો. જે બાદ વેપારીએ ફોન કરતાં બાર ડાન્સરે તેને મળવા મુંબઈ બોલાવ્યો હતો. જ્યાં તેણે કહ્યું 2006માં તેના લગ્ન થયા હતા. સંતાનમાં તેને 17 વર્ષનો પુત્ર અને 15 વર્ષની પુત્રી છે. 12 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. જેથી વેપારીએ તેને પૈસાની મદદ કરવાની વાત કરતાં તેણે લગ્નની જીદ કરી હતી. વેપારીએ આ સમયે તેને 10 લાખ રૂપિયા હતા. ત્યાર બાદ બાર ડાન્સરે વિવિધ રીતે મળીને બેંકમાં 43 લાખ અને રોકડા 30 મળી કુલ 73 લાખ પડાવ્યા હતા. તેમ છતાં વેપારી પાસેથી પૈસાની માગણી શરૂ રહેતા વેપારીએ પૈસા આપવાની ના પાડતાં આત્મહત્યાની ધમકી આપી હતી.

વેપારીએ બાર ડાન્સરની માંગ પૂરી કરવાની ના પાડતાં તેણે વેપારીના નામથી એક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું અને તેની સાથે પાડેલા ફોટો વાઇરલ કર્યા હતા. ઉપરાંત વેપારીના પરિવારજો અને મિત્રોને ફોલો રિકવેસ્ટ મોકલીને બદનામ કરવાનું શરૂ કર્યું હતું. તેનાથી વેપારીની સામાજિક પ્રતિષ્ઠા ખરડાઈ હતી. બાર ડાન્સરથી કંટાળીને વેપારીએ તેની સાથે વાત કર તો તેણે તેની સાથે જ રહેવું પડશે તેમ કહ્યું હતું. 6 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદના એક કેફેમાં વેપારીના પરિવાર, મિત્રો અને બાર ડાન્સર વચ્ચે મુલાકાત થઈ હતી. આ દરમિયાન તેણે મોટી રકમ માંગી હતી અને માંગ પૂરી ન થતાં ગુસ્સામાં આવીને ખુલ્લેઆમ ધમકી આપી હતી. તેણે કહ્યું, પૈસા માટે જ મેં તારી સાથે લગ્નનું નાટક કર્યું હતું. મારા કહ્યા મુજબ મને પૈસા નહીં આપ તો તારું જીવવાનું મુશ્કેલ કરી દઈશ. તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ.

આ પણ વાંચો…કોસ્ટલ રોડ: ગોરેગામ-દહિસર વચ્ચેના ૬૦ પ્લોટ ડીરિઝર્વ કરવા માટે નોટિસ

બાર ડાન્સરને વેપારીએ અમદાવાદના પોશ વિસ્તારમાં ફ્લેટ ભાડે લઈ આપ્યો હતો. જ્યાં તે તેના બંને સંતાનો સાથે રહેવા આવી ગઈ હતી. જો વેપારી મળવા ન આવે કે થોડા દિવસ બહાર જાય તો દવા પીને કે નસો કાપી આપઘાત કરી લેવાની ધમકી આપી હતી. બાર ડાન્સરથી કંટાળીને વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button