કરોડોના હિસાબો અદ્ધર: રાજ્યમાં 8 મનપા 7 વર્ષથી ઓડિટ વિના! RTIમાં ફૂટ્યો ભાંડો | મુંબઈ સમાચાર
અમદાવાદ

કરોડોના હિસાબો અદ્ધર: રાજ્યમાં 8 મનપા 7 વર્ષથી ઓડિટ વિના! RTIમાં ફૂટ્યો ભાંડો

અમદાવાદઃ રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે આઈટીઆઈમાં એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. જે મુજબ, અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યની આઠ મહાનગરપાલિકામાં છેલ્લા સાત વર્ષથી ઓડિટ થયું નથી. આરટીઆઈ એક્ટિવિસ્ટે જણાવ્યું કે, દર વર્ષે ઓડિટ કરાવવું ફરજિયાત છે, આમ ન કરવું કાયદાનું ઉલ્લંઘન છે.

સુશાસનનો અર્થ પારદર્શિતા છે, પરંતુ ગુજરાતમાં લોકોના ટેક્સથી એક્ત્ર થયેલા પૈસાનો કોઈ હિસાબ જ નથી. સરકારે લગભગ બે લાખ કરોડ રૂપિયાના ખર્ચનો હિસાબ છુપાવીને આશરે બે કરોડ લોકોને ઠગ્યા છે.

આપણ વાંચો: ગુજરાત વ્યવસાયિક તાલીમ ક્ષેત્રે અગ્રેસર, 556 આઈટીઆઈમાં તાલીમ સુવિધા ઉપલબ્ધ

અમદાવાદ, સુરત અને વડોદરામાં આશરે દોઢ કરોડ લોકો રહે છે. મહાનગર પાલિકાનું બજેટ 10 થી 12 હજાર કરોડ રૂપિયા વચ્ચે છે. અહીં સાત વર્ષથી ઓડિટ થયું નથી. રાજકોટમાં છ વર્ષથી, જામનગર અને ભાવનગરમાં પાંચ વર્ષથી તથા જૂનાગઢ અને ગાંધીનરમાં ચાર વર્ષથી ઓડિટ થયું નથી.

આરટીઆઈ એક્ટિવિસ્ટના કહેવા મુજબ, 2011માં તમામ આઠ કોર્પોરેશનનું ઓડિટ સીએજીના માર્ગદર્શનમાં કરાવવાનું નક્કી થયું હતું પરંતુ 14 વર્ષમાં છેલ્લા સાત વર્ષનું ઓડિટ હજુ સુધી થયું નથી. જોકે સરકાર તરફથી આ અંગે હજુ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સૂત્રોએ જણાવ્યું કે, હાલ 2018-19નું ઓડિટ ચાલી રહ્યું છે અને રિપોર્ટ બાદમાં રજૂ કરાશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button