અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં જીલ્લા-મહાનગર પ્રમુખ નિમણૂકો મુદ્દે આજે કમલમમાં પ્રદેશ નિરીક્ષકોની બેઠક યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ સંગઠનમાં આમુલ ફેરફારો કરવામાં આવી રહ્યા છે, રાજ્યમાં ભાજપ સંગઠન રચનાની પ્રક્રિયા હવે ત્રીજા તબકકામાં પહોંચી છે અને 33 જીલ્લા અને 8 મહાનગરોમાં નવા પ્રમુખની નિમણુક બાદ પ્રદેશ સંગઠન માળખુ રચવાની પ્રક્રિયા હાથ ધરાશે. તાલુકા-વોર્ડ કક્ષાએ પ્રમુખોની નિયુક્તિની પ્રક્રિયા પુરી થઈ છે અને જે બાકી છે તે નવા સંગઠન માળખાની રચના બાદ ત્યાં નિમણૂક કરાશે.

આ પણ વાંચો: Gujarat: રાજ્ય સરકારે 17 નગરપાલિકાઓ – 7 મનપાને આપી કરોડોની ભેટ…

મહાનગર-જીલ્લા પ્રમુખ નિયુક્ત કરવા માટે વોર્ડ-તાલુકા પ્રમુખની માફક જ અરજી મંગાવવા સહિતની પ્રક્રિયા નિશ્ચિત કરવા આજે ગાંધીનગરમાં પ્રદેશ નિયુક્ત ચુંટણી નિરીક્ષકોની બેઠક યોજાશે. હાલમાં જ દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી જે સંગઠનની કામગીરી જુએ છે તેઓએ બોલાવેલી બેઠકમાં સંગઠનના મહત્વના તબકકા છે તે અંગે માર્ગદર્શન અપાયુ હતું અને તે અંગે હવે બેઠકમાં વિસ્તૃત માર્ગદર્શન અપાશે. આ બેઠકમાં પ્રદેશ દ્વારા જે નિરીક્ષકો નિયુક્ત થયા છે તેઓ પણ હાજર રહેશે. જેઓ બાદમાં તેમને ફાળવવામાં આવેલા જીલ્લા મહાનગરોમાં જશે અને પ્રમુખ નિયુક્તિની પ્રક્રિયા શરૂ થશે જેના માપદંડ પણ જાહેર થાય તેવી શકયતા છે.

જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવશે

જિલ્લા, તાલુકા અને શહેર પ્રમુખની નિમણુકને લઈને ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ જણાવ્યું કે, 3 જાન્યુઆરીથી શહેર અને જિલ્લા પ્રમુખની વરણીને લઈને કવાયત હાથ ધરાશે. 8 મહાનગર પાલિકા અને 33 જિલ્લાનાં પ્રમુખોની વરણી માટે નામો પર મંથન થશે. 10 જાન્યુઆરી સુધીમાં 50 ટકાથી વધુ શહેર જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવશે. જ્યાં સ્થાનિક વિવાદ નહિ હોય તેવા શહેર અને જિલ્લા માટે પ્રથમ જાહેરાત કરવામાં આવશે. 60 વર્ષની વય મર્યાદા, સંગઠનમાં હોદ્દો હશે તેને સ્થાન મળશે. 2 વખત સક્રિય સભ્ય હોવું જરૂરી હશે. જોકે કેટલાક કિસ્સામાં છૂટછાટ અપાઈ તેવી શક્યતાઓ છે. જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને જિલ્લા અને શહેર પ્રમુખોની પસંદગી થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button