Ahmedabad માં કાજુકતરીમાંથી મરેલી જીવાત નીકળી, કોર્પોરેશનમાં ફરિયાદ કરાઇ

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad)શહેરમાં ખાદ્યખોરાકમાંથી જીવાત નીકળવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તાર સીટીએમની એક ફરસાણની દુકાનમાંથી ખરીદેલી કાજુકતરીમાંથી મરેલી માખી નીકળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જે અંગે ગ્રાહકે કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ફરિયાદ કરીને તપાસ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: 5 લાખની પ્લેન ટિકિટમાં મળી ‘ફાટેલી સીટ, કાચો ખોરાક, તૂટેલો સામાન’, પેસેન્જરે શેર કર્યો ભયાનક અનુભવ
કાજુ કતરીમાંથી મરેલી માખી નીકળી
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સીટીએમ રામોલ રોડ પર આવેલી ગોપાલ ડેરીમાંથી ગ્રાહક હમીદ મન્સૂરીએ નવા વાહનની ખરીદી બાદ લોકોને મો મીઠું કરાવવા લીધેલી કાજુ કતરીમાંથી મરેલી માખી નીકળતા દુકાનદારને ફરિયાદ કરી હતી. ગતરોજ રાત્રે ઘરે કાજુ કતરી પરિવારના સભ્યોઓએ બોકસ ખોલીને સાતેક સભ્યોઓને ખવડાવી હતી અને બીજી કાજુ કતરી હાથમાં લેતા તેમા મરેલ માખી ચોટેલ હતી. જો કે દુકાનદારે તે બદલી આપવાની તૈયારી બતાવી હતી. જો કે જાહેર હિતને ધ્યાનમાં રાખીને ગ્રાહકે આ અંગે કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફરિયાદ કરી તપાસ કરવામાં માંગ કરી છે.