અમદાવાદ

ગુજરાતના 6.28 લાખ વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપી

અમદાવાદઃ વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે સરકારી શાળામાં ભણતા અને RTE હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજાઈ હતી. સરકારી સ્કૂલના અને RTE અંતર્ગત પ્રવેશ લેનારા ધો. 5ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં જેનું મેરિટમાં નામ આવે તે વિદ્યાર્થીઓને સરકાર તરફથી આગળના અભ્યાસ માટેની રૂ. એક લાખથી વધુની સ્કોલરશિપ આપવામાં આવે છે.

2,558 સેન્ટર પરથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં RTE હેઠળ ધોરણ 5માં અભ્યાસ કરતા 6,28,174 વિદ્યાર્થી 2,558 પરીક્ષા કેન્દ્રો ઉપરથી ધોરણ 6થી 12માં સ્કોલરશિપ માટે CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા આપી હતી, જેમાં ગુજરાતી માધ્યમમાં 6,20,678 વિદ્યાર્થી અને અંગ્રેજી માધ્યમમાં 7,496 વિદ્યાર્થી હતા.

આ પણ વાંચો…વિજય રૂપાણીએ વસ્ત્રાલની ઘટનાને લઈ શું કહ્યું? જાણો વિગત

120 ગુણના 120 MCQ પ્રશ્નો પુછાયા

આ ઉપરાંત 22,000 બાળકને સ્કોલરશિપ આપવામાં આવશે, જેમાં ધોરણ 6થી 8માં 20 હજાર, ધોરણ 9-10માં 22 હજાર અને ધોરણ 11-12માં 25 હજાર સ્કોલરશિપ આપવામાં આવશે. આ પરીક્ષામાં તાર્કિક ક્ષમતા કસોટી, ગણિત સજ્જતા, પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી વિષયના 120 ગુણના 120 MCQ પૂછવામાં આવ્યા હતા.

પરીક્ષાઓ માટે ખાસ SOP તૈયાર કરાયો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે આ પરીક્ષાનું સુચારુ આયોજન અને સંચાલન થાય, ઉમેદવારો વિશ્વાસપૂર્વક અને નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષામાં કોઇપણ પ્રકારની અવ્યવસ્થા કે ગેરરીતિ ન થાય એ માટે આ પરીક્ષાઓ માટે ખાસ SOP તૈયાર કરવામાં આવી છે. ગુજરાતનાં તમામ સેન્ટરો પર 11:00થી 1:30 સુધી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button