અમદાવાદ

Ahmedabad માં ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 34 વાહનોમાં આગ લાગતા બળીને ખાખ, તપાસ શરૂ

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 34 વાહનોમા વહેલી સવારે આગ લાગતા બળીને ખાખ થઇ જવા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ અમદાવાદના આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશને ડિટેઈન કરેલા વાહનોમાં આજે વહેલી સવારે આગ લાગી. જેમાં એક જ સ્થળે રાખેલા 34 વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. જોકે, આગની ઘટનાની જાણ કરતા ફાયર બ્રિગેડની ઘટના સ્થળે પહોંચ્યું હતું. તેમજ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ આગમાં મોટાભાગના વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ વાહનો ઓઢવ રિંગરોડ ટ્રાફિક ચોકીની નજીક મૂકયા હતા.

સીસીટીવી ચેક કરવાની શરૂઆત કરી

આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ડિટેઇન કરેલા ટુ વ્હીલરમાં આગ લાગવાની ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે . જોકે, વાહનોમાં આગ લાગવા પાછળનું કારણ હજુ જાણી શકાયુ નથી. તેમજ પોલીસે આ આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. જેના પગલે પોલીસે આસપાસના સીસીટીવી પણ ચેક કરવાની શરૂઆત કરી છે.

આ પણ વાંચો:  VIDEO: રાજસ્થાન દિવસ ઉજવણીએ ગુજરાતમાં રેકોર્ડ! 12 હજાર મહિલાઓ કર્યું ઘુમ્મર નૃત્ય…

એફએસએલની પણ મદદ લીધી

પોલીસે આ ઘટનાની તલસ્પર્શી તપાસ માટે એફએસએલની પણ મદદ લીધી છે. જેના પગલે એફએસએલની ટીમ પણ
ઘટના સ્થળે પહોંચી છે. તેમજ તપાસ હાથ ધરી છે. જેમાં તપાસ બાદ માલૂમ પડશે કે આગ કયા કારણે લાગી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button