અમદાવાદટોપ ન્યૂઝ

પાયલ હૉસ્પિટલ CCTV કાંડમાં સુરતના એક સહિત વધુ 3 આરોપી પકડાયા

અમદાવાદઃ રાજકોટની પાયલ હૉસ્પિટલ સીસીટીવી કાંડમાં સાયબર ક્રાઈમ દ્વારા વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એક સુરતનો અને બે મહારાષ્ટ્રના હતા. આ મુદ્દે અગાઉ ત્રણ આરોપની ધરપકડ કરવામાં આવી હતી. કુલ મળીને અત્યાર સુધીમાં છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મેટરનીટી હૉસ્પિટલોમાં પ્રસૂતાઓની સારવાર અને તપાસના વીડિયો યુ-ટયૂબ અને ટેલીગ્રામ ચેનલો ઉપર અપલોડ કરીને કમાણીનો દેશવ્યાપી ગંદા ધંધાનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્ર અને યુ.પી.ના ત્રણ સૂત્રધારને પકડી પાડયા હતા. રાજકોટ સહિત દેશની અનેક હૉસ્પિટલો અને મોલના સીસીટીવી વાઈફાઈ હેક કરીને મહિલાઓના સીસીટીવી ફૂટેજ મેળવી લઈને યુ ટ્યૂબ કે ટેલીગ્રામ ઉપર વેચાણ માટે મૂકવામાં આવતા હતા.

અમુક વીડિયો રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનો ખુલાસો થયા બાદ અમદાવાદ પોલીસે મહારાષ્ટ્રના લાતુરથી પકડેલો પ્રજવલ તૈલી, સાંગલીનો પ્રજ પાટીલ અને યુ.પી.ના પ્રયાગરાજનો રહીશ ચંદ્રપ્રકાશ ફુલચંદ યુ-ટ્યૂબ ચેનલ અને ટેલીગ્રામ ગ્રુપ્સ બનાવીને મહિલાઓના બિભત્સ સીસીટીવી ફૂટેજ વીડિયો રૂ. 800થી 4000 રૂપિયામાં વેચતા હતા. યુઝર આઈડી, પાસવર્ડ આપીને માનસિક વિકૃતિ સંતોષવાના નામે કરોડોની કમાણીનું નેટવર્ક ચલાવતા હતા. સીસીટીવી હેક કરવામાં આરોપીઓને એટલાન્ટા અને રોમાનિયાના હેકર્સની મદદ મળતી હોવાની વિગતો પણ સામે આવી હતી. ક્રાઇમબ્રાંચની પાંચ જેટલી અલગ અલગ ટીમ બનાવીને તમામને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી પોલીસે હાર્ડ ડીસ્ક, મોબાઇલ ફોન, બેંક એકાઉન્ટ, લેપટોપ, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો…ગુજરાતમાં વાહનોની સંખ્યામાં ધરખમ વધારો, આંકડો જાણીને ચોંકી જશો

રાજકોટની હૉસ્પિટલના સીસીટીવી હેક કરીને વાઇરલ કરવાના મામલે ગુનો નોંધવાની સાથે જ ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંઘલે સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિન્હા , ક્રાઇમબ્રાંચના ડીસીપી અજીત રાજયન, સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડિયા અને ક્રાઇમબ્રાંચના એસીપી ભરત પટેલને અલગ અલગ ટાસ્ક આપીને પાંચ જેટલા પીઆઇની ટીમ બનાવીને મહારાષ્ટ્ર અને પ્રયાગરાજ મોકલી હતી. સતત 48 કલાક સુધી કો-ઓર્ડીનેટ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button