IPL ફાઈનલ દરમિયાન 2.13 લાખ પેસેન્જરે મેટ્રોમાં મુસાફરી કરી, કોલ્ડ પ્લે બાદ બીજો રેકોર્ડ નોંધાયો

અમદાવાદમાં હવે અનેક રેકોર્ડ તૂટવા લાગ્યાં છે. શહેરમાં અનેક એવા કાર્યક્રમો થઈ રહ્યાં છે જેમાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામા આવે તો અમદાવાદ મેટ્રો (Ahmedabad Metro) લોકોને મુસફરી માટે ખૂબ જ ઉપયોગી થાય છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium, Ahmedabad)માં આઈપીએલ 2025ની ફાઈનલ (IPL 2025 Final) મેચ રમાઈ હતી. જેમાં લાખોની સંખ્યામાં લોકો મેચ જોવા માટે પહોંય્યાં હતા. એટલું જ નહીં પરંતુ મોટા પ્રમાણમાં લોકોએ મેટ્રો દ્વારા સ્ટેડિયમમાં પહોંચવાનું નક્કી કર્યું હતું. મંગળવારે એક જ દિવસમાં 2.13 લાખ પેસેન્જરોએ મેટ્રોમાં મુસાફરી કરી હોવાના આંકડા પ્રકાશમાં આવ્યાં છે.
કોલ્ડ પ્લે કોન્સર્ટ બાદ ત્રીજી જૂને બીજો રેકોર્ડ નોંધાયો
મહત્વની વાત એ છે કે, એક જ દિવસમાં સૌથી વધારે લોકોએ મુસાફરી કરી હોવાની આ બીજો રેકોર્ડ નોંધાયો છે. આ પહેલા 25 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ કોલ્ડ પ્લે કોન્સર્ટ દરમિયાન કુલ 2.16 લાખ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. ત્યાર બાદ 3 જૂને આઈપીએલ 2025ની ફાઈનલ મેચ દરમિયાન 2.13 લાખ લોકોએ મુસાફરી કરી હતી. કોલ્ડ પ્લે કોન્સર્ટ બાદ આ બીજો રેકોર્ડ નોંધાયો છે.
આપણ વાંચો: ચહલની ટીમ IPL હારી તો ધનશ્રી વર્માએ કરી પોસ્ટ, જુઓ વિરાટ કોહલીને કેવી રીતે આપી શુભેચ્છાઓ
IPL દરમિયા કુલ 15 લાખ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી
આઈપીએલ 2025માં આ સિઝનની કુલ 9 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં રમાઈ હતી. આ દરમિયાન કુલ 15 લાખ લોકોએ મેટ્રો દ્વારા મુસાફરી કરી હતી. આ દરમિયાન 15 લાખ મુસાફરો દ્વારા મેટ્રોને કુલ 2.16 કરોડ (Metro Revenue During IPL)નો નફો થયો છે. અમદાવાદ મેટ્રો આવા કાર્યક્રમ દરમિયાન મેટ્રોની ટ્રીપની સંખ્યાં વધારી દેવામાં આવે છે. જી હા, આઈપીએલની ફાઈનલ મેચ દરમિયાન દર પાંચ મિનિટે મેટ્રો દોડાવવામાં આવી હતી. જેના કારણે લોકોને આવવા જવામાં કોઈ વધારે મુશ્કેલીનો સામનો નહોતો કરવો પડ્યો. નોંધનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 17 વર્ષ પછી આઈપીએલમાં જીત મેળવી છે. RCB એ 18 વર્ષ પછી તેની પહેલી IPL ટ્રોફી જીતી હતી.