અમદાવાદ

પાલનપુરમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા 167 કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલે કહી આ વાત

અમદાવાદઃ વર્ષ 2015માં પાટીદાર સમાજનાં યુવકોને અનામત મળે તે માટે સમાજનાં યુવાનો દ્વારા સરકાર વિરૂદ્ધ રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવ્યું હતું, જે હેઠળ ઓગસ્ટ 2015માં અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં સમાજનાં યુવકો એકત્ર થયા હતા. આ યુવકોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને અનામતની બુલંદ માંગણી કરી હતી. જો કે, આ આંદોલનને વિખેરવા સરકારે લાઠીચાર્જ પણ કર્યો હતો અને જવાબદાર યુવકો વિરૂદ્ધ રાજદ્રોહ કક્ષાનાં કેસ પણ કર્યા હતા.

શું હતો મામલો
પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા 167 કેસ સરકારે પરત ખેંચ્યા હતા. પાલનપુરના ગઢ પંથકમાં 167 સામે ફરિયાદ નોંધાઈ હતી.ગઢ પંથકમાં આંદોલન સમયે 2 યુવકોના મોત થયા થયા હતા. લોક અદાલત દ્વારા આવતીકાલે ચુકાદાની નકલ અપાઈ શકે છે. સમગ્ર ઘટનાને લઈ કેસ પરત ખેંચતા બનાસકાંઠાના પાટીદારોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

આ પણ વાંચો…યેલ્લો એલર્ટની અસર આજથી જઃ કચ્છ-ભુજ હોલિકાદહન પહેલા જ શેકાયું

પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચવામાં આવતા આ નિર્ણયને નિર્ણયને પાટીદાર સમાજે આવકાર્યો હતો. અગાઉ હાર્દિક પટેલ સામેનો કેસ પણ પરત ખેંચાયો હતો. લાલજી પટેલે રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો છે તેમજ આંદોલન સમયમાં અન્ય કેસ પણ પરત ખેંચવામાં આવે તેવી માંગણી કરી છે.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલી સભા બાદ ધારાસભ્ય હાર્દિક પટેલ, પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ, કેતન પટેલ સહિતનાં નેતા અને સમાજનાં આગેવાનો સામે રાજદ્રોહના કેસ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button