અમદાવાદ

સાબરમતી જેલમાં 1,300 એઆઈ આધારિત કેમેરા ગોઠવાશે

અમદાવાદઃ સાબરમતી જેલમાં બનતા અમુક બનાવોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે અહીં 1300 એઆઈ આધારિત કેમેરા ગોઠવવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

સાબરમતી સેન્ટ્રલ જેલ પ્રશાસને અદ્યતન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ -આધારિત સર્વેલન્સ કેમેરા ફીટ કરવા સાથે સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. લગભગ 1,300 કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવશે, તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
આ કેમેરા ચહેરાની ઓળખ અને નાઈટ વિઝન સહિત સુરક્ષા માટેના અલગ અલગ ફીચર્સ સાથે ડિઝાઈન કરવામાં આવશે. તેઓ જેલમાં કેદીઓની ગતિવિધિઓનું સતત નિરીક્ષણ કરશે અને જો કોઈ કેદી જેલના નિયમોનો ભંગ કરશે કે જેલની દિવાલો કૂદવાની કોશિશ કરશે તો એલાર્મ પણ વાગશે.

આ સિસ્ટમ જેલની અંદરની પ્રવૃત્તિઓ જેમ કે બેરેક વચ્ચે ફરવાનો પ્રયાસ કરતા કેદીઓ શોધવામાં પણ સક્ષમ છે. વધુમાં એઆઈ સોફ્ટવેર કેમેરા સાથે છેડછાડ કરવામાં આવે તો પણ શોધી શકે છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ જેલની અંદની પ્રવૃત્તિઓ અને કેદીઓને નિયંત્રિત કરવામાં મહત્વનો ભાગ ભજવશે.

આપણ વાંચો:  કચ્છના ઇકોનોમિક કેપિટલ ગાંધીધામને સરકારની ભેટ: રૂ. ૧૭૬ કરોડના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button