ગીર-સોમનાથમાં રખડતા શ્વાનનો ત્રાસ, 1200 જેટલા નાગરિક બન્યા શિકાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતના મોટા શહેરો જ નહીં નાના ગામ અને તાલુકાઓમા પણ રખડતાં શ્વાનનો ત્રાસ જોવા મળે છે. વેરાવળ અને સોમનાથમાં માત્ર ચાર મહિનામાં 1200 કરતા વધારે નાગરિક શ્વાનના શિકાર બન્યા છે. વેરાવળની સિવિલ હૉસ્પિટલમાં શ્વાન કરડવાના કેસ રોજ વધતા જાય છે.
વેરાવળ સરકારી હોસ્પિટલના સૂત્રોનું માનીએ તો છેલ્લા બે માસમાં ડોગ બાઈટના કેસમાં વધારો થયો છે. આંકડાની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં અહીં 204 કેસ, ઓક્ટોબર માસમાં 278 કેસ, નવેમ્બર માસમાં 421 કેસ અને ડિસેમ્બર માસમાં અત્યાર સુધીમાં 304 કેસ નોંધાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર કાયદાનુસાર મુજબ કૂતરાને પકડી, તેનું ખસીકરણ કરી અને ફરી તેને એ જ સ્થળે મુક્ત કરવાના હોય છે. જોકે શ્વાનની સંખ્યા વધી ગઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે પણ રખડતા શ્વાન મામલે તમામ રાજ્યોને સૂચનાઓ આપી હતી.
આપણ વાંચો: પાલિકાએ વીમો લીધો હોવા છતાં વીમા કંપનીની શરતે કાંકરિયા કાર્નિવલને વિવાદમા મૂકી દીધો



