અમદાવાદ

દાઝેલા લોકો માટે આશીર્વાદ! અમદાવાદની સિવિલ હોસ્પિટલને મળ્યું 10 મું સ્કિન ડોનેશન…

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 10મું સ્કિન ડોનેશન થયું છે. ઘરે જઇને સ્કિન ડોનેશન મેળવવામા આવ્યું હોવાનો આ ચોથો કિસ્સો છે. અમદાવાદ શહેરના 97 વર્ષીય વૃદ્ધાનાં મૃત્યુ બાદ તેમના પરિવાર દ્વારા તેમની સ્કિનનું ડોનેશન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Organ Donation: અમદાવાદમાં એક શ્રમિકના અંગદાનથી ચાર લોકોને મળ્યું નવું જીવન

97 વર્ષીય વૃદ્ધાનાં મૃત્યુ બાદ કરાયું ડોનેશન
સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ. જયેશ સચદેએ જણાવ્યું હતું કે 19 માર્ચની રાત્રે 12 સિવિલ હોસ્પિટલના સ્કીનબેંકના હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવ્યો હતો. જેમાં શહેરના નવા નરોડા વિસ્તારમાં 97 વર્ષીય ચંપાબેન નારાયણભાઇ પટેલ અવસાન પામતા તેમના દીકરા કિરીટભાઇની સંમતિથી સ્કિન ડોનેશન કરાવવા અંગે જણાવવામાં આવ્યું હતું.

ત્વચાનાં ઉપયોગથી કરાઇ પ્લાસ્ટીક સર્જરી
પરીવારની સંમતિ અંગેનો કૉલ આવતાં તરત જ સ્કીન બેંકના ડોક્ટરોની ટીમ દાતાના ઘરે પહોંચી વૃદ્ધાની ચામડી મેળવી હતી. આ સાથે તારીખ 18 માર્ચનાં રોજ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં દાખલ એક દર્દીને સ્કીન બેંકમાં આ રીતે મળેલ ત્વચાનો ઉપયોગ કરી તેના ઘાની પ્લાસ્ટીક સર્જરી કરવામાં આવી હતી.

10મુ સ્કીન ડોનેશન
ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્કીન બેંક ખુલ્યા બાદ અત્યાર સુધીમાં થયેલ આ 10મુ સ્કીન ડોનેશન છે તેમજ ઘરેથી મેળવેલ 4થુ સ્કીન ડોનેશન છે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યું હતુ.

આ પણ વાંચો : ગુજરાત Organ Donation માં અગ્રેસર, બે વર્ષમાં બ્રેઇનડેડ અંગદાતાઓ તરફથી કુલ 856 અંગો મળ્યા…

કઈ રીતે કરાય છે ઉપયોગ?
ડૉ. સચદે એ વધુ માં જણાવેલ કે દાનમાં મળેલ ચામડી બાયોલોજીકલ સ્કીન ડ્રેસિંગ તરીકે કામ કરે છે અને આગળ જતા બીજાની લગાવેલ ચામડી નીકળી જાય છે અને કુદરતી રીતે ફરીથી નવી ચામડી બનવાનો સમય મળી રહે છે. દાઝ્યા બાદ શરુઆતના સમયમાં થતા શરીરમાંથી પ્રોટીન વહી જવાના તેમજ ચેપ લાગવાના કોમ્પ્લીકેશનને અટકાવી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button