અમદાવાદ

ઉત્તરાયણમાં ઇમરજન્સી કોલને પહોંચી વળવા 108 સેવા સજ્જ; તૈયાર કર્યો પ્લાન

અમદાવાદ: ઉત્તરાયણના પર્વનું ખૂબ જ મહત્વ રહેલું છે. દાન પુણ્ય સાથે આ પર્વનો અંદર આનંદ ઉલ્લાસ અનેરો હોય છે. પરંતુ આ તહેવાર દરમિયાન અનેક એવા બનાવો બને છે કે જેના લીધી અનેક માનવ જિંદગીને નુકસાન થાય છે. ઉતરાયણના પર્વ દરમિયાન વાહન અકસ્માત અને પતંગની દોરીના કારણે ગળામાં ઇજા, ધાબા પરથી પડવાના તેમજ મારામારીના બનાવો બનતા હોય છે. ઉત્તરાયણના તહેવારને પગલે અકસ્માતની ઘટનાઓને પહોંચી વળવા માટે ઈમરજન્સી સેવાઓને પહોંચી વળવા માટે 108 ઈમરજન્સી સજજ છે.

સૌથી વધુ ઇમરજન્સીના કેસો આ જિલ્લામાંથી
ઉત્તરાયણમાં ઇમર્જન્સી કેસમાં વધારો થવાની શક્યતા રહેલી છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સૌથી વધુ ઇમરજન્સીના કેસો અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી અને પંચમહાલ જેવા શહેરોમાં નોંધાતા હોય છે. ત્યારે આ વખતે 800 રોડ એબ્યુલન્સ, 2 બોટ, અને 1 એર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહેશે.

ઇમર્જન્સી કેસમાં 30 ટકા વધારાનું અનુમાન
ઉત્તરાયણના પર્વ દરમિયાન ઇમર્જન્સી કેસમાં 30 ટકા વધારો થવાનો અનુમાન છે. જ્યારે વાસી ઉતારાયણમાં 20 ટકા વધારાની શક્યતા રહેલી છે. આ પર્વ દરમિયાન દોરીથી ગળા કપાવવાની, અકસ્માત થવાની શકયતાઓને અંગે EMRIની તૈયારી કરી લીધી છે. આ માટે રાજ્યભરમાં EMRIના 800થી વધારે 108 એમ્બયુલન્સ કાર્યરત રહેશે.

ઉત્તરાયણના 4 હજાર કોલ આવવાનો અંદાજ
ગયા વર્ષે ઉત્તરાયણમાં સમગ્ર રાજ્યભરમાંથી 108નો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત લગભગ આ ઇમરજન્સી સેવાનો દૈનિક 3 હજાર લોકો 108 ની ઇમરજન્સી મદદ લે છે, ત્યારે ઉત્તરાયણના દિવસે EMRIને 4 હજાર કોલ આવવાનો અંદાજ છે. આ વર્ષે 33 માંથી 8-9 જિલ્લાઓમાં 20 ટકાથી વધુ કોલ્સ આવવાનો અંદાજ EMRIએ વ્યક્ત કર્યો છે. ધાબા ઉપર મારામારીના કેસ, ઇલેક્ટ્રિક તાર સાથેના અકસ્માતને લઇ ઇમર્જન્સી મદદ માંગવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button