વેલકમઃ IIM અમદાવાદ પ્લેસમેન્ટ પ્રોગ્રામમાં એપલની એન્ટ્રીઃ સો ટકા પ્લેસમેન્ટ…

અમદાવાદઃ દેશની સૌથી સફળ અને પ્રતિષ્ઠિત ગણાતી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) અમદાવાદમાં સમર પ્લેસમેન્ટ્સના રાઉન્ડ્સ પૂરા થયા છે ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે ખૂબ જ જાણીતી ટેકકંપની એપલ તરફથી પણ વિદ્યાર્થીઓને જૉબ્સ ઓફર થઈ છે.
જોકે માત્ર એપલ નહીં, હીરો મોટો કોર્પો, એસકેએફ ઇન્ડિયા, ઇટરનલ ગ્રુપ (ઝોમેટો) અને અલ્ટિમેટ ક્રોનોસ પણ પહેલીવાર અમદાવાદના કેમ્પસ પ્લેસમેન્ટમાં જોડાયા હતા. સમર પ્લેસમેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન-2027માં 100 ટકા પ્લેસમેન્ટ થયું હોવાથી વિદ્યાર્થીઓ ભારે ખુશ હતા.
છેલ્લા ક્લસ્ટરમાં 90 જૉબ રોલ્સ
અહીં ત્રીજા અને છેલ્લા ક્લસ્ટરમાં 90 ટકાથી વધારે જૉબ રોલ્સ ઓફર થયા છે. અલગ અલગ ઈન્ડસ્ટ્રીમાં વિદ્યાર્થીઓને જૉબ્સ મળી છે. એનાલિટિક્સ અને આઇટી કન્સલ્ટન્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન ટૅક્નોલૉજી, રિન્યૂએબલ એનર્જી ગ્રીન એનર્જી, ગ્રીન ટૅક્નોલૉજી, સોશિયલ એન્ટરપ્રાઇઝ, રિઅલ એસ્ટેટ, ફૂટ એન્ડ ડેરી, કન્ઝ્યુમર ટૅક્નોલૉજી, ગેમિંગ સ્પોટ્ર્સ, કન્ઝ્યુમર ઈલેટક્ટ્રોનિક્સ વગેરે જેવા સેક્ટરમાં પ્લેસમેન્ટ મળ્યું હોવાનું જાણવા મળ્યું છે.
કંપનીઓની વાત કરીએ તો એપલ, માઈક્રોસોફ્ટ, ઝોમેટો, સેમસંગ જેવી ખ્યાતનામ કંપનીઓએ અમદાવાદમાં ભણતા વિદ્યાર્થીઓને પોતાની કંપનીની વિવિધ જવાબદારીઓ માટે પસંદ કર્યા છે. આ વખતે IIMએ ઓનલાઈન અને ઓફલાઈન પ્લેસમેન્ટનું આયોજન કર્યું હતું, જેને રેકોર્ડબ્રેક પ્રતિસાદ મળ્યો છે.



