ઈકબાલગઢ વન વિભાગે દસ શિકારીને હથિયાર સાથે પકડી પાડ્યા

અમદાવાદઃ લાયસન્સ વિનાના હથિયારો રાખી ગેરકાયદે વન્યજીવના શિકાર કરતા દસ શિકારીને ઈકબાલગઢ ફોરેસ્ટ રેન્જ ટીમે પકડી પાડ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ શખ્સોએ પહેલાથી જ એક નીલગાયનો શિકાર કર્યો હતો અને વધુ વન્યજીવોને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. વન વિભાગે આ લોકોને પકડી પાડતા અન્ય જીવો બચી ગયા હતા. આ ગેંગમાં શરૂઆતમાં 14 શિકારી હતા, જેમાંથી 10 પકડાયા હતા, જ્યારે ચાર ભાગી જવામાં સફળ રહ્યા હતા. ફરાર આરોપીઓને પકડવા માટે શોધખોળ ચાલુ છે.
આપણ વાચો: પ્લોટ-16 – પ્રકરણ-12 શિકારીનો શિકાર કરવાની યોજના…
વન અધિકારીઓએ ધરપકડ કરાયેલા શિકારીઓ પાસેથી ઘણી બંદૂકો જપ્ત કરી હતી, જેમાં ચાર લાઇસન્સ વિનાના હથિયારોનો પણ સમાવેશ થાય છે. વન વિભાગ ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા પર ત્રાટકી રહી છે અને એક સાથે આટલા શિકારીઓને ઝડપતા ગેરકાનૂની પ્રવૃતિ કરનારાઓમાં ભય ફેલાશે, તેમ એક અધિકારી જણાવ્યું હતું.
ધરપકડ કરાયેલા તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.



