અમદાવાદમાં પોલીસ બેડામાં ફેરફાર: 31 PIની બદલી, કયા પોલીસ સ્ટેશનના PI બદલાયા? | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદમાં પોલીસ બેડામાં ફેરફાર: 31 PIની બદલી, કયા પોલીસ સ્ટેશનના PI બદલાયા?

અમદાવાદ: શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં પોલીસ બેડામાં મોટી આંતરીક બદલીની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ફરજ બજાવતા 31 પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર (PI)ની બદલી કરવામાં આવી છે. આ બદલીને એક વહીવટી કાર્યવાહી તરીકે જોવામાં આવે છે, જેનો હેતુ પોલીસ કામગીરીને વધુ અસરકારક બનાવવાનો છે.

મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેર પોલીસ કમીશ્નર જી.એસ. મલિક દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં શાહીબાગ, ઘાટલોડિયા અને જી-ટ્રાફિક ખાલી પડેલી જગ્યાઓ પર પીઆઈની નિમણુંક કરવામાં આવી છે.

પોલીસ કમિશ્નરના આ બદલીના આદેશથી નવરંગપુરા, કારંજ, વટવા, સા.રી.વેસ્ટ, સાબરમતી, દાણીલીમડા, અમરાઈવાડી, માધવપુરા, સરખેજ,વાડજ, દરીયાપુર, મણીનગર, મેઘાણીનગર, ધાટલોડીયા, બાપુનગર, પાલડી, શાહીબાગ, મહિલા પશ્વિમ, એરપોર્ટ, વટવા, દરિયાપુર,ટ્રાફિક-એફ,ટ્રાફિક-ઈ, ટ્રાફિક-જી, મહિલા-પશ્ચિમ, SC/ST સેલ- ૧, SC/ST સેલ- ૨ , E.O.W., S.O.G., સાયબર ક્રાઈમ, ક્રાઈમ બ્રાન્ચ, કંટ્રોલ રૂમ, ટ્રાફિક (વહીવટ), સીપી રીડર, અરજી શાખા સહીતના પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button