Gujaratમાં ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનો પ્રારંભ કરાયો, થશે આ ફાયદો
અમદાવાદ : ગુજરાતની(Gujarat) ગિફ્ટ સિટી હવે ગ્લોબલ ફિન્ટેક રિવોલ્યુશનનું હબ બનવા સજ્જ બની રહી છે. જેમાં રાજ્યમાં સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઉભી કરવામાં આવી રહી છે. જેના ભાગરુપે આજે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુલ્લુ મૂક્યું હતું.
ભારતને ગ્લોબલ ફિન્ટેક હબ બનાવવાનું વિઝન
આ પ્રંસગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પાછલા એક દશકમાં દેશમાં પીએમ મોદીના નેતૃત્વમાં ફિન્ટેક ક્રાંતિનો અનુભવ સૌ કોઈએ કર્યો છે. આ ક્રાંતિને પરિણામે દેશમાં ફાઇનાન્સિયલ એક્ટિવિટીઝ મોટાભાગે ડિજિટલાઈઝડ થઈ ગઈ છે. એટલું જ નહીં, અફોર્ડેબલ ડેટા, રોબસ્ટ બેન્કિંગ સર્વિસીસ અને યુનિક ઇનોવેશનથી ભારત ફિન્ટેક સેક્ટરમાં ગ્લોબલ લીડર તરીકે ઉભરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતનું ગિફ્ટ સિટી ભારતને ગ્લોબલ ફિન્ટેક હબ બનાવવાના વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે. દેશનું એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર અને બુલિયન એક્સચેન્જ અહીં કાર્યરત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં શરૂ થઈ રહેલું ફિનટેક ઇનોવેશન હબ પીએમ મોદીના ઇન્ડિયા ટુમોરોના વિઝનને સાકાર કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ફિન્ટેક રિવોલ્યુશનમાં અગ્રણી રાજ્ય બનશે
મુખ્યમંત્રી ઉમેર્યું કે, આ વિઝનને સાકાર કરવા સાથે જ આ ફિન્ટેક ઇનોવેશન હબ હજારો યુવા ઉદ્યમીઓને નવી તકો અને યંગ પ્રોફેશનલ્સને નવા રોજગાર અવસર પૂરા પાડશે. આ યંગ પ્રોફેશનલ્સની સ્કિલ અને ઇનોવેશનથી ગુજરાત 2029 સુધીમાં ગ્લોબલ ફિન્ટેક રિવોલ્યુશનમાં અગ્રણી રાજ્ય બનશે.
આ પણ વાંચો…વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાના સૂર્યમંદિર ખાતે બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે, જાણો મહત્વ
યુવાનોને પોતાનું કૌશલ્ય બતાવવાની તક
ગિફ્ટ સિટીના ચેરમેન ડૉ. હસમુખ અઢિયાએ આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં કહ્યું કે, ફિન્ટેક સેક્ટરમાં ટૂંકાગાળાની તાલીમ અને ઉદ્યમીઓને યોગ્ય સહયોગ મળી રહે તે માટે આ પ્રકારના ઇનોવેશન હબની ગુજરાતમાં આવશ્યકતા હતી. ગિફ્ટ સિટીએ ફિન્ટેક સેક્ટરમાં યુવાનોને પોતાનું કૌશલ્ય બતાવવાની તક આપવા આ ઇનોવેશન હબ કાર્યરત કર્યું છે.