અમદાવાદ

“દિલ્હીની જીતનો ગુજરાતમાં જશ્ન” CM ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓએ પાઠવી શુભેચ્છા…

અમદાવાદ : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વર્તમાન સતારૂઢ આમ આદમી પાર્ટીને જોરદાર આંચકો લાગ્યો છે અને દિલ્હીમાં ભાજપનો શાનદાર વિજય થયો છે. ત્યારે રાજધાનીમાં ભાજપની જીતને લઈને સમગ્ર દેશમાં ભાજપમાં ખુશીનો માહોલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લોકોનો આભાર માન્યો અને પાર્ટી કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. દિલ્હીમાં આપની જીતએ લઈને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિત ગુજરાત ભાજપના નેતાઓએ દિલ્હીમાં ભાજપની જીત પર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં

ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને અભિનંદન પાઠવ્યા

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ જીત દિલ્હીના લોકોના સર્વાંગી વિકાસ, કલ્યાણકારી યોજનાઓ, વિકસિત ભારત માટેના સંકલ્પ અને વડા પ્રધાનના નેતૃત્વ હેઠળના વિશ્વાસ અને સમર્થનનું પ્રતીક છે. તેમણે ભાજપની વિકાસની રાજનીતિ પસંદ કરવા બદલ દિલ્હીના લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે મને પૂર્ણ વિશ્વાસ છે કે આવનારા સમયમાં, ભાજપના શાસનમાં દિલ્હીના લોકો ખૂબ જ ટૂંક સમયમાં વર્તમાન સમસ્યાઓથી મુક્ત થશે અને દિલ્હી વિકાસ અને જન કલ્યાણની નવી વ્યાખ્યા લખશે.

Also read : કભી તુમ સૂન નહીં પાયે, કભી મૈં કહે નહીં પાયા….. કુમાર વિશ્વાસની પોસ્ટ વાયરલ

હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન

તે ઉપરાંત ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મિલેટ મહોત્સવ તેમજ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ – 2025ના શુભારંભ પ્રસંગે દિલ્હીમાં ભાજપની જીતની ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “દિલ્હીવાસીઓએ દેશવાસીઓનું દિલ જીતી લીધું છે. દિલ્હી વાસીઓએ ડબલ એન્જિનની સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Also read : દિલ્હી ચૂંટણીમાં જીત બાદ સાંજે પીએમ મોદી કરશે સંબોધન, કાર્યકર્તાઓ જશ્નમાં ડૂબ્યા

કમલમ્ ખાતે પત્રકાર પરિષદ

દિલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી રજની પટેલ, ઋષિકેશ પટેલ સહિતના નેતાઓએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. રજની પટેલે કહ્યું હતું કે દિલ્હીમાં લાંબા સમયથી ચાલી રહેલી નકારાત્મક અને જૂઠાણાની રાજનીતિનો અંત લાવી દીધો છે. આપની સરકારમાં દિલ્હીમાં અનેક સમસ્યાઓ હતી જ્યારે હવે આપદાઓમાંથી દિલ્હી બહાર આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button