અમદાવાદસુરત

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સુરતમાં “મેક ઇન ઇન્ડિયા સ્ટીલ”ના બ્રિજનું લોકાર્પણ

અમદાવાદઃ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પશ્ચિમ રેલવેના બે અને કિમ અને સાયણ વચ્ચે બે DFCCIL ટ્રેક એમ કુલ ચાર રેલવે ટ્રેક પર સ્ટીલના પુલનું નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું હતું.

100 મીટર અને 60 મીટરના બે સ્પાન

આ બે પુલ 100 મીટર અને 60 મીટરના બે સ્પાન ધરાવે છે. જે ડબલ લાઈન સ્ટાન્ડર્ડ ગેજ રેલ ટ્રેકની સુવિધા પૂરી પાડશે. 100 મીટરનો સ્પાન પશ્ચિમ રેલવે અને ડીએફસી ટ્રેક પર 28 જાન્યુઆરી 2025થી 5 ફેબ્રુઆરી 2025 દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે 60 મીટરનો સ્પાન બાંધકામ સ્થળ પર ટ્રેકની નજીક સ્થિત સિંચાઈ નહેર પર બાંધવામાં આવશે.

આ પણ વાંચો: Mumbai-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પૂરજોશમાં, આટલા ટકા કામ પૂર્ણ થયું

વજન 1432 મેટ્રિક ટન

પશ્ચિમ રેલવે અને DFCCIL ટ્રેક પર 1432 મેટ્રિક ટન વજનના 100 મીટર લાંબા સ્ટીલ બ્રિજના નિર્માણ માટે આશરે 525 મેટ્રિક ટન વજનના 84 મીટર લાંબા લોંચિંગ નોઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ 14.3 મીટર પહોળો, 100 મીટર સ્ટીલ બ્રિજ, જેનું વજન 1432 મેટ્રિક ટન છે. જે ગુજરાતના ભુજમાં સ્થિત RDSO માન્ય વર્કશોપમાં બનાવાયો છે.

આ સ્ટીલ બ્રિજનો 100 મીટરનો સ્પાન જમીનથી 14.5 મીટરની ઉંચાઈ પર અમદાવાદના છેડે કામચલાઉ સ્ટ્રક્ચર પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો અને 50 મીમીની ઊંડાઈએ નાખવામાં આવ્યો હતો. તેને બે અર્ધ-સ્વચાલિત જેકની ઓટોમેટિક મિકેનિઝમ સાથે ખેંચવામાં આવ્યો હતો.આ બાંધકામ સ્થળ પર થાંભલાની ઊંચાઈ 12 મીટર છે. 100 મીટરના ગાળાના બ્રિજ એસેમ્બલીમાં આશરે 60 હજાર ટોર્સિયન શીયર ટાઈપ હાઈ સ્ટ્રેન્થ બોલ્ટનો ઉપયોગ થાય છે.બંને ટ્રેક પર ટ્રાફિક બ્લોક્સ સાથે લોકાર્પણ પૂર્ણ થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button