સાપુતારામાં લક્ઝરી બસ ખાઈમાં ખાબકી, 65થી વધુ પ્રવાસી કરતા હતા મુસાફરી | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

સાપુતારામાં લક્ઝરી બસ ખાઈમાં ખાબકી, 65થી વધુ પ્રવાસી કરતા હતા મુસાફરી

સાપુતારાઃ ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે, જેમાં આજે શાંતિપૂર્ણ રથયાત્રાના અહેવાલ વચ્ચે સાપુતારામાંથી ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે. નિરંતર પડી રહેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં લીલોતરી ચોમેર જોવા મળી રહી છે ત્યારે આજે સાપુતારાના શામગહા નજીક સાંકડા રસ્તા પર લક્ઝરી બસને ભીષણ અકસ્માત નડયો છે. 65 જેટલા પ્રવાસી બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. પ્રાથમિક તબક્કે મળતા અહેવાલ પ્રમાણે આ અકસ્માતમાં બે પ્રવાસીનાં મોત થયા હોવાની શંકા છે.

અહીંના જિલ્લાના સાપુતારાના ઘાટ સેકશનમાં બસને અકસ્માત નડ્યો છે, જેમાં અનેક લોકોની ઈજા પણ પહોંચી છે. આ અકસ્માત પછી સાપુતારાની નોટિફાઈડ ટીમને મદદ માટે તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આ ઉપરાંત, ડિઝાસ્ટર ટીમ દ્વારા બચાવ કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી છે.

સાપુતારાના ઘાટ સેકશનમાં એક બસ ઊંડી ખાઈમાં ખાબકી હતી. સાપુતારાથી વઘઇ જતાં માર્ગમાં સુરતની પ્રાઈવેટ ટ્રાવેલ્સ બસને ગંભીર અકસ્માત નડ્યો છે. સાપુતારા ઘાટમાર્ગમાં 65થી વધુ પ્રવાસી ભરેલી લકઝરી બસ ખીણમાં ખાબકી હતી, જેમાં બે લોકોના મોત અને અન્ય લોકોને ઇજા પહોંચી હતી. આ અકસ્માત બાદ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ચોમાસુ જામવાને કારણે આગામી દિવસોમાં ડાંગ અને સાપુતારા ફરનારા લોકોની સંખ્યામાં જોરદાર વધારો થશે.

Back to top button