અમદાવાદઆપણું ગુજરાત

Lulu Group અમદાવાદમાં બનાવશે ભારતનો સૌથી મોટો મોલ, 3000 લોકોને રોજગારી પૂરી પાડશે

નવી દિલ્હી : ગુજરાત દેશ-વિદેશના રોકાણકારો માટે પસંદગીનું રાજ્ય બન્યું છે. તેવા સમયે UAEનું લુલુ ગ્રુપ (Lulu Group)અમદાવાદમાં ભારતનો સૌથી મોટો મોલ બનાવવા જઈ રહ્યું છે. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલને આ મોલ માટે જમીન મળી ગઈ છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ આ મોલ રૂપિયા 4,000 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવશે. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલના સીએમડી એમએ યુસુફ અલીએ જણાવ્યું હતું કે આ વર્ષે બાંધકામ શરૂ થવાની ધારણા છે. 65,000 થી વધુ કર્મચારીઓ સાથેનું આ જૂથ 42 દેશોમાં વ્યવસાય કરે છે. તેનું વાર્ષિક ટર્નઓવર 8 બિલિયન ડોલર છે.

આ મોલ 3,50,000 ચોરસ ફૂટમાં બનાવવામાં આવશે

લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલના સીએમડી એમએ યુસુફ અલી ભારતમાં રોકાણ કરવાની યોજનાથી ખુશ છે. તેમણે વધુમાં કહ્યું કે કંપનીને કેન્દ્ર અને મંત્રાલયો તરફથી સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. સીએમડીએ કહ્યું કે આ અમારા દ્વારા ઉદ્ઘાટન કરાયેલ સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંથી એક છે. જેને અંદાજે 3,50,000 ચોરસ ફૂટમાં બાંધવામાં આવનાર છે. જેમાં 3,000થી વધુ યુવાનો રોજગારી પણ મેળવશે

ભારતમાં ઘણા શહેરોમાં મોલ

અલીએ ગયા વર્ષે કહ્યું હતું કે અમે અમદાવાદ અને ચેન્નાઈમાં સૌથી મોટા શોપિંગ મોલમાંથી એક બનાવીશું. કંપનીએ હૈદરાબાદમાં પોતાનો શોપિંગ મોલ ખોલ્યો છે. જૂથ શોપિંગ મોલ્સ અને ફૂડ પ્રોસેસિંગ માટે વિવિધ રાજ્યોમાં તેની હાજરીને વિસ્તારવા પર કામ કરી રહ્યું છે. લુલુ ગ્રૂપ હાલમાં છ ભારતીય શહેરોમાં મોલ ધરાવે છે – બેંગલુરુ, કોઈમ્બતુર, હૈદરાબાદ, કોચી, લખનૌ અને તિરુવનંતપુરમ.

Also Read –

Show More

Related Articles

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…