Gujarat માં 12 થી વધુ બેઠકો પર ભાજપનો વિજય, બે બેઠક પર રસાકસી
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) લોકસભા ચૂંટણીના પરિણામો(Loksabha Election Result) આવવાના શરૂ થયા છે. જેમાં રાજ્યમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જીત સહિત ભાજપના 12 થી વધુ ઉમેદવારોએ જીત મેળવી છે. જ્યારે બનાસકાંઠા અને પાટણ બે બેઠક પર હજુ પણ રસાકસી જોવા મળી રહી છે. જેમાં બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર પાતળી સરસાઈ સાથે સતત આગળ છે. જ્યારે પાટણમાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર વચ્ચે મતની સરસાઈમાં વઘઘટ જોવા મળી રહી છે.આમ અત્યાર સુધી ગુજરાતમાં ભાજપને 24 બેઠકો પર વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. જ્યારે બે બેઠકો પણ આખરી પરિણામ સુધી રાહ જોવી પડશે.
ભરુચ બેઠક પરથી મનસુખ વસાવાની જીત
જેમાં ગુજરાતમાં વિજેતા થયેલા ઉમેદવારમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ,
મહેસાણા લોકસભા બેઠક પર હરિભાઇ પટેલ, વલસાડ બેઠક પરથી ધવલ પટેલ, ખેડામાં દેવુસિંહ ચૌહાણ,રાજકોટ બેઠકથી પરશોત્તમ રુપાલા, જૂનાગઢથી રાજેશ ચુડાસમા,જામનગરથી ભાજપના પૂનમ માડમ,અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, કચ્છથી વિનોદ ચાવડા,નવસારીથી સી.આર.પાટીલ,અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા અને
પોરબંદરથી મનસુખ માંડવિયા,સુરેન્દ્રનગરથી ચંદુ શિહોરા અને ભરુચ બેઠક પરથી મનસુખ વસાવાની જીત થઈ છે.
ત્રણ બેઠક પર પાંચ લાખથી વધુ લીડ
જેમાં અમદાવાદ પશ્ચિમ, બારડોલી, દાહોદ,જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, વલસાડ બેઠક પર ભાજપે 2 લાખથી વધુની લીડ છે. અમદાવાદ પૂર્વ, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, ખેડા, મહેસાણા, પોરબંદર બેઠક પર ભાજપને 3 લાખથી વધુની લીડ છે. પંચમહાલ, રાજકોટ બેઠક પર ભાજપને 4 લાખથી વધુની લીડ છે. ગાંધીનગર, નવસારી, વડોદરા બેઠક પર ભાજપને 5 લાખથી વધુની લીડ છે.
Also Read –