આપણું ગુજરાત

ઉધનાથી ઉપડનારી ગણપતિ સ્પેશિયલ ટે્રનોમાં લાંબું વેઇટિંગ લિસ્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આગામી 19 સપ્ટેમ્બરથી ગણેશચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રની સાથે ગુજરાતના સુરત સહિત વિવિધ શહેરોમાં ગણેશચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. જોકે, તહેવારને જોતા સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર પેસેન્જરોની અવરજવર વધી છે.

દરમિયાન પશ્ચિમ રેલવેએ ઉધનાથી મેંગલુરુ ગોવા મડગાંવ માટે ત્રણ સ્પેશિયલ ટે્રન દોડાવવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં તે ટે્રનનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે અને આગામી 15મી સપ્ટેમ્બરથી આ ટે્રનો ફૂલ થઈ ગઇ છે. ઉધનાથી ઉપડનારી ગણપતિ સ્પેશિયલ ટે્રનોમાં 300 પાર વેઇટિંગ જઈ રહ્યું છે.

અમદાવાદ અને વડોદરા થઈને સુરત જનારી ગણપતિ સ્પેશિયલ ટે્રનો દોડી રહી છે. પરંતુ એમાં પગ મૂકવા માટેની જગ્યા નથી અને તેમાં વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે. જ્યારે રેગ્યુલર ટે્રનોમાં યશવંતપુર સુવિધા એક્સપ્રેસ કે ડાયનેમિક ભાડા પર ચાલે છે, તે પણ ફૂલ થઈને ચાલી રહી છે.
ઉધનાથી મડગાંવ સુધી ગણપતિ સ્પે. ટે્રન દર શનિવારે અને બુધવારે દોડાવાશે. મડગાંવ – ઉધના સ્પેશિયલ દર રવિવાર અને ગુરુવારે મડગાંવથી ઉપડશે. આ ટે્રન 17 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2023 સુધી ચાલશે. જ્યારે ઉધના-મેંગલુરુ સાપ્તાહિક ગણપતિ સ્પેશિયલ દર બુધવારે ઉધનાથી 20.00 કલાકે ઉપડી 18.30 કલાકે મેંગલુરુ પહોંચશે. મેંગલુરુ – ઉધના સ્પેશિયલ મેંગલુરુથી દર ગુરુવારે 20.45 કલાકે ઉપડશે. તેમજ ઉધના-મડગાંવ ગણપતિ વિકલી સ્પે. ટે્રન શુક્રવારે ઉધનાથી 15.25 કલાકે ઉપડી 09.30 વાગ્યે મડગાંવ પહોંચશે. મડગાંવ – ઉધના વીકલી સ્પે. દર શનિવારે મડગાંવથી ઉપડશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button