આપણું ગુજરાત

ચોખા પરની નિકાસ પરના પ્રતિબંધો હટાવાતાં કચ્છના કંડલા બંદરે જહાજોની લાગી લાંબી કતાર

ભુજ : દેશના પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા ખાતે લંગર મેળવવા સોળ જેટલા વિદેશી જહાજો પ્રતિક્ષા કરી રહ્યાં છે. હજુ એક મહિના પહેલા જ કેન્દ્ર સરકારે ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરતાં મોટી સંખ્યામાં જહાજો ચોખાના કાર્ગોનું લોડિંગ કરવા, કંડલા બંદરના ‘આઉટર એન્કરેજ’માં ‘બર્થ’ મેળવવા પ્રતિક્ષા કરી રહ્યાં છે જે ચોખાનો જથ્થો ઉપાડશે.

ઉલ્લેખનીય છે કે, ચોખાની નિકાસ પર સરકાર દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૨માં પ્રતિબંધ લદાયા હતા અને પ્રથમ સપ્ટેમ્બરમાં સરકારે જુદા-જુદા પ્રકારના ચોખા પર નિકાસ વેરો ઘટાડ્યો હતો.

Also Read – Dwarka નજીક નાગેશ્વરમાં 24 યાયાવર પક્ષીઓનો શિકાર, વનવિભાગ એકશનમાં

ત્યારબાદ હવે નિકાસને સંપૂર્ણપણે છુટ આપી દેવાઈ છે. આ પ્રતિબંધને કારણે ભારતની ચોખાની નિકાસનો આંક ૧૭.૭૯ થી ૧૧.૧૨ મિલિયન ટન્સ પર પહોંચી જવા પામ્યો હતો.ભારતની વધતી જતી ટ્રેડ ડેફિસિટને આ નવા નિર્ણયથી અંકુશમાં રાખી શકાશે.
દરમ્યાન,પરિસ્થિતિને પહોંચી વળવા દીન દયાળ પોર્ટ દ્વારા બાર્જ ઓપરેટરોને ભાડામાં ખાસ રાહત આપવામાં આવી છે અને આ બાર્જ ઓપરેટરો પ્રતિક્ષા કરી રહેલા વિદેશી જહાજોમાં બાર્જમાં ચોખા ભરી-ભરીને, જહાજ સુધી પહોંચીને, તેમાં ચોખાના કાર્ગોનું લોડિંગ કરી રહ્યા છે જેથી પ્રતિક્ષા સમય બચાવી શકાય. આ રીતે અત્યારસુધી ત્રણ જેટલાં જહાજોમાં ચોખાનો કાર્ગો લોડ કરી શકાયો છે.

કંડલા ખાતે હાલે ૪૦ જેટલા બાર્જ ઓપરેટર છે જે ૩૦૦થી ૩૦૦૦ ટન કાર્ગોનું હેન્ડલિંગ કરી શકે છે. પરિસ્થિતિને જોતાં ચોખાના કાર્ગોને હેન્ડલ કરવાની બાબતમાં કચ્છનું દીન દયાળ પોર્ટ પારાદીપ પોર્ટને પણ પાછળ રાખી દેશે. હાલે આ બંને બંદરો વચ્ચે માત્ર ૧.૬૨ મિલિયન ટનનો જ ફરક છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button