બે વર્ષ બાદ એક પ્રેમી મળશે તેની પ્રેમિકા અને બાળકને
અમદાવાદઃ હાલમાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. 14મીએ તો જાણે પ્રેમની વર્ષા થશે, પણ ગુજરાતમાં એક અલગ જ પ્રેમકથા બની છે, જેમાં બે પ્રેમીઓ બે વર્ષ બાદ એકબીજાને મળશે.
આ વાત છે 2022ની. દિપાલી (નામ બદલ્યુ છે) નામની એક છોકરી 21 વર્ષના સંજય (નામ બદલ્યું) છે ઘર છોડી ભાગી ગઈ હતી. બન્નએ સાથે રહેવાના સપના જોયા હતા, પરંતુ દિપાલીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે સંજય તેની દીકરીને ભગાવીને લઈ ગયો છે અને તેની દીકરી કથિત રીતે 16 વર્ષ અને પાંચ મહિનાની છે, જે નાબાલિક ગણાય છે.
આથી પોલીસે સંજયની ધરપકડ કરી અને તેના પર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોક્સો) હેઠળ ગુનો દાખલ કર્યો. જ્યારે પોક્સો કોર્ટમાં સંજયની સામે કેસ ચાલ્યો ત્યારે કોર્ટમાં પણ દિપાલીએ જણાવ્યું કે તેની માટે સંબંધ રાખવા કોઈ બળજબરી થઈ નથી અને તે સંજય સાથે જ રહેવા માગે છે. તેણે માતા પિતા સાથે રહેવાનો ઈનકરા કરતા કોર્ટે તેને મહિલા સુરક્ષા કેન્દ્રમા મોકલી દીધી.
ઘર છોડતી વખતે છોકરી નાબાલિક ન હતી તે સાબિત ન થતાં સંજયને બે વર્ષ બાદ કોર્ટે છોડી દીધો. જોકે આ સમય દરમિયાન દિપાલીએ મહિલા સુરક્ષા કેન્દ્રમાં જ એક બાળકને જન્મ આપ્યો.
પોતે છૂટ્યો એટલે સંજયે દિપાલી અને બાળકની કસ્ટડી મેળવવા અરજી કરી, પણ તેની અરજી કોર્ટે ન સ્વીકારી કારણ કે તે તેનો કાનૂની ગાર્ડિયન હોવાનું સાબિત થતું ન હતું. સંજયે ગુજરાત હાઈ કોર્ટમાં હિબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી. આ પિટિશનની સુનાવણી દરમિયાન જ્યારે દિપાલીને કોર્ટમાં રજૂ કરવામા આવી ત્યારે તેણે સંજય સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. દિપાલી હવે બાલિક છે અને તે સંજય સાથે લગ્ન કરવા માગે છે તેથી કોર્ટે દિપાલીની ઈચ્છાને ધ્યાનમાં રાખી તેને સંજય સાથે જવાની પરવાનગી આપી છે.