આપણું ગુજરાત

‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં’ વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ ‘પોસ્ટર વોર’

વડોદરા: લોકસભાની ચૂંટણી (Loksabha Election) ને લઈને રાજકીય પાર્ટીઓ પોતપોતાની રીતે પ્રચારમાં વ્યસ્ત થઈ ગઈ છે ત્યારે વડોદરામાં કઈક અલગ જ ‘ચિત્રો’ જોવા મળી રહ્યા છે. (Vadodara Ranjanben bhatt poster war) ઉલ્લેખનીય છે કે ભાજપે વડોદરા બેઠક પરથી રંજન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કર્યા છે. જેને લઈને અગાઉ અંદરોઅંદર જ ભારે વિરોધ જોવા મળ્યો હતો. જેને લઈને હવે તો રંજન ભટ્ટ વિરુદ્ધ ‘પોસ્ટર વોર’ શરૂ થયો છે.

વડોદરા શહેરમાં મંગળવારની મોડી રાત્રે અંગમ અને કારેલીબાગ વિસ્તાર આસપાસ અને ધારાસભ્ય મનીષાબેન વકીલની ઓફિસ પાસે રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા. આપને જણાવી દઈએ કે ગઈ કાલે સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારનો રાજીનામાંને લઈને પોલિટિકલ ડ્રામા તેની ચરમસીમાએ હતો તેવામાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરોએ ભારે રાજકીય ગરમાવો વધારી દીધો હતો.

‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં’ ‘વડોદરાનો વિકાસ ક્યાં ગયો?’ ‘કોઇના ગજવામાં કે ઘરમાં ગયો, જનતા જવાબ માંગે છે’ જેવા પોસ્ટરો લગાવીને રંજનબેન ભટ્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિરોધ આમ લોકો તરફથી નથી. એટલે કે આ વિરોધ સ્થાનિક મતદારો નહીં પરંતુ ‘અન્યો’એ લગાવ્યા છે. કારણ કે મિડયા સાથે વાત કરતાં સ્થાનિકોએ રંજનબેન કે તેમના કામ તરફે કોઈ જ વાંધો નથી તેવું જણાવ્યુ હતું.

જાણો કોણ છે રંજનબેન ભટ્ટ
રંજનબહેને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે તેમના રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ ભાજપના ઉમેદવારને હરાવીને પ્રથમ વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. બાદમાં તે ભાજપમાં જોડાયા હતા. આ પછી તે શહેરના ડેપ્યુટી મેયર પણ બન્યા. જોકે, 2014માં વડોદરાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેઓ થોડો સમય વડોદરા જિલ્લાના શહેર પ્રમુખ પણ હતા.

રંજનબેન ભટ્ટના પતિ ધનંજય ભટ્ટ LICમાં નોકરી કરે છે. 61 વર્ષીય રંજનબેન ભટ્ટ છેલ્લા 22 વર્ષથી વડોદરામાં મહિલા ક્લબ ચલાવે છે. છેલ્લી બે ટર્મમાં તે લોકસભાની ઘણી સમિતિઓમાં રહી ચૂકી છે. તેણે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. રંજનબેન ભટ્ટ પણ કબડ્ડી પ્લેયર રહી ચૂક્યા છે. રંજનબેન ભટ્ટનો જન્મ વડોદરા નજીક ભરૂચ જિલ્લાના રાયમા હાંસોટમાં થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button