Rajkot: પુરુષોત્તમ રૂપાલા સામે ‘ટક્કર’ લેવા આ કોંગ્રેસી નેતા તૈયાર

રાજકોટ: Loksabha Election 2024 Rajkot Seat: ગુજરાતમાં એક બાજુ કોંગ્રેસના મોટા મોટા નેતાઓ ચૂંટણી લડવાથી મો ફેરવી રહ્યા છે તેવામાં કોંગ્રેસના એક નેતા એવા પણ છે કે જે રાજકોટ બેઠકના ભાજપના કદાવર ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા (parshottam rupala) સામે લડવાની તૈયારી દર્શાવવી છે. એક બાજુ વાતો ઊડી રહી છે કે ગુજરાતમાં કોંગ્રેસે (Gujarat Congress) ચૂંટણી પહેલા જ હથિયાર મૂકી દીધા છે તેવામાં કોંગ્રેસના સિનિયર નેતાનું નિવેદન ઘણું સૂચક માનવમાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસની બીજી ઉમેદવારોની યાદીમાં ગુજરાતની 7 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.
કોંગ્રેસની જાહેર થયેલી બેઠકો બાદ બાકી રહેલી બેઠકો માંથી પૂર્વ ધારા સભ્ય અને કોંગ્રેસ કમિટીના કાર્યકારી પ્રમુખ લલિત કાગથરાએ રાજકોટ બેઠક પર રૂપાલા સામે લડવાની તૈયારી દર્શાવી છે. તેમણે રાજકોટ લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવતુ મોટું નિવેદન આપ્યું છે.
તેઓ જણાવે છે કે, ‘પાર્ટી કહેશે તો હું રાજકોટથી લોકસભા લડીશ, મે મારી વાત કોંગ્રેસ મોવડી મંડળને કહી દીધી છે’ વધુમાં તેણે રૂપાલાને રાજકોટના આયાતી ઉમેદવાર તરીકે ગણાવ્યા હતા. જ્યારે અર્જુન અને અન્ય કોંગ્રેસના નેતાઓ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે. ‘તેના જવાથી કોઈ જ ફરક પડતો નથી’
Also Read:
કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, જાણો ગુજરાતની 7 બેઠક પર કોણ ક્યાંથી લડશે?
https://bombaysamachar.com/gujarat/congress-second-list-of-candidate-gujarat-loksabha-election-2024-candidate/
આપને જણાવી દઈએ કે ગઈ કાલે કોંગ્રેસે જાહેર કરેલી ઉમેદવારોની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.કચ્છ (SC)થી નિતિશભાઈ લાલન, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમ (SC) થી ભરત મકવાણા, પોરબંદરથી લલિત વસોયા, બારડોલીથી (ST) સિધ્ધાર્થ ચૌધરી અને વલસાડથી (ST) અનંતભાઈ પટેલ એમ 7 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.