Loksabha Election 2024: મહેસાણાથી પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલે દાવેદારી પરત ખેંચી

ગાંધીનગર: આગામી લોકસભાની ચૂંટણીને લઈને મહેસાણા બેઠક પરના ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને મહેસાણાના પૂર્વ ધારાસભ્ય નીતિન પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. ઉલ્લેખનીય છે કે ભાજપની ઉમેદવારોની પ્રથમ યાદી એક દિવસ અગાઉ જ આવી હતી અને બીજા જ દિવસે તેને સ્વેચ્છાએ ઉમેદવારીથી પોતાનું નામ પરત ખેંચી લીધું હતું.

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ફેસબુક પર પોસ્ટ કરી હતી કે તેમણે કેટલાક કારણોસર મહેસાણા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. રાજ્યની 15 લોકસભા બેઠકો માટેના ઉમેદવારોની ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ ચાલી રહી છે.
તે પહેલા હું ભાજપના ઉમેદવાર તરીકેની મારી ઉમેદવારી પાછી ખેંચું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બને અને સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધે અને ભારત માતાનું ગૌરવ વધે. સર્વે કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને તમામ સહયોગીઓનો હું ખૂબ ખૂબ આભારી છું.