આપણું ગુજરાત

Loksabha Election 2024: ગાંધીનગરથી અમિત શાહ ‘નક્કી’, જાણો કોંગ્રેસ તરફથી કોણ ઉતરશે મેદાને? : રિપોર્ટ

નવી દિલ્હી: ભલે ને હજુ સત્તાવાર લોકસભા ચૂંટણી 2024ની (Lok Sabha Election 2024) તારીખો હજુ જાહેર ન થઈ હોય પરંતુ, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને સમાજવાદી પાર્ટી સહિત તમામ પાર્ટીઓ ઉમેદવારોની પસંદગીમાં જોતરાઈ ગઈ છે. તેવામાં એક મીડિયા રિપોર્ટ પ્રમાણે હાઈપ્રોફાઇલ બેઠકો પરનો ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં ગુજરાતના ગાંધીનગર, મધ્યપ્રદેશના સતના અને હિમાચલની શિમલા બેઠક પરથી કોને ટિકિટ મળશે અને કોની રાહ જોવાશે તેનો રિપોર્ટ તૈયાર કર્યો છે. ચાલો આજે આપણે આ મહત્વની બેઠકોમાના ગાંધીનગર પરના રિપોર્ટ પર એક નજર કરીએ…

સૌ પ્રથમ ગાંધીનગર બેઠકની વાત કરીએ તો ગુજરાતના પાટનગર ગાંધીનગરની આ બેઠક રાજકીય દ્રષ્ટિકોણથી ઘણી મહત્વની છે. આ સીટ પર 7 વિધાનસભા સીટ છે. દેશના નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી 1998 થી 2014 સુધી અહીંથી સાંસદ હતા. આ બેઠક પર ભાજપનું વર્ચસ્વ હોય તે સ્વાભાવિક છે. છેલ્લા 30 વર્ષથી આ સીટ પર તેના ઉમેદવારો જીતી રહ્યા છે. દેશના ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ આ બેઠક પરથી વર્તમાન સાંસદ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી અમિત શાહ તેમની પાર્ટીના સૌથી ઊંચા નેતા છે. ભાજપ આ સીટ પર અમિત શાહને જ ટિકિટ આપશે. તેમાં કોઈ શંકા નથી. સરકાર હોય કે પાર્ટી, બંનેમાં તેમનું વર્ચસ્વ હોય છે. શાહ ચૂંટણી પ્રચારમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો એક સમય એવો હતો જ્યારે આ બેઠક પર કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં હતી. પરંતુ છેલ્લા 30 વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ છે.

ગાંધીનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડો. હિમાંશુ પટેલનું નામ ટોચ પર છે. પટેલ હાલમાં કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને વ્યવસાયે વકીલ છે. તેઓ પાટીદાર સમાજમાંથી આવે છે. ગાંધીનગર બેઠકના દાવેદાર તરીકે બળદેવજી ચંદુજી ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે. ઠાકોર એક સામાજિક કાર્યકર છે અને ખેતી અને પશુપાલન જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1996માં અટલ બિહારી વાજપેયી લખનૌ અને ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. બંને બેઠકો જીત્યા બાદ તેમણે ગાંધીનગર બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું. 1998 થી 2014 સુધી ભાજપના લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ બેઠક પર શહેરી મતદારો વધુ છે. તેથી જ્ઞાતિ સમીકરણો ઓછા લાગુ પડે છે. ગાંધીનગર લોકસભા બેઠકમાં મતદારો ઉમેદવારને નહીં પરંતુ પક્ષને મત આપે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત