આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Loksabha Election 2024 : ગુજરાતમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 10 ટકા મતદાન, બનાસકાંઠામાં સૌથી વધુ 12. 28 ટકા મતદાન

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) અંતર્ગત આજે ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ચૂંટણી પંચના(Election Commission) જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યા સુધી ગુજરાતમાં સરેરાશ 9.87 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ગુજરાતના બનાસકાંઠામાં સૌથી વધુ 12. 28 ટકા મતદાન અને સૌથી ઓછું 8. 8 ટકા મતદાન કચ્છમાં નોંધાયું છે.

બનાસકાંઠામાં 12.28 ટકા, કચ્છમાં 8.8 ટકા, અમદાવાદમાં પૂર્વ 9.7 ટકા, અમદાવાદ પશ્ચિમમાં 9.5 ટકા, સાબરકાંઠામાં 11.43 ટકા, ગાંધીનગરમાં 10.31 ટકા, પાટણમાં 10.42 ટકા,મહેસાણામાં 10.5 ટકા, સુરેન્દ્રનગરમાં 9.43 ટકા, રાજકોટમાં 10.5 ટકા, ખેડામાં 10.20 ટકા, પંચમહાલમાં 9.16 ટકા, દાહોદમાં 10.94 ટકા, વડોદરામાં 10.64 ટકા, છોટા ઉદેપુરમાં 10.3 ટકા, ભરૂચમાં 10.8 ટકા, પોરબંદરમાં 9.3 ટકા, જામનગરમાં 9.7 ટકા, જૂનાગઢમાં 9.8 ટકા, અમરેલીમાં 9.3 ટકા, ભાવનગરમાં 9.7 ટકા, આણંદમાં 10.35 ટકા, બારડોલીમાં 11.54 ટકા ,નવસારીમાં 10.2 ટકા, વલસાડમાં 11.65 ટકા મતદાન નોંધાયુ છે.

આજે ત્રીજા તબક્કામાં જે બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે તેમાં ગુજરાતની 25, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, મધ્યપ્રદેશની 9, છત્તીસગઢની 7, બિહારની 5, પશ્ચિમ બંગાળની 4-4 બેઠકોનો અને આસામ અને ગોવાની 2 બેઠકોનો સમાવેશ થાય છે.

દેશમાં લોકસભા ચૂંટણી ના ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આજે અમદાવાદમાં મતદાન કર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ પોલિંગ બૂથની બહાર હાજર હતા. અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button