પાટણમાં આજે રૂપાલા વિરોધમાં ‘ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન’, પાટણ, બનાસકાંઠા, મહેસાણાના રાજપુતો મોટી સંખ્યામાં એકઠા થશે
પાટણ: ‘રૂપાલા vs ક્ષત્રિય સમાજ’એ લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) દરમિયાન અન્ય ચૂંટણી મુદ્દાઓને બાજુમાં રાખી દીધા છે. પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય (Rupala vs Kshtriya Samaj) સમાજ વિશેના નિવેદનને લઈને જે વિરોધની જ્વાળાએ જે રીતે આગ પકડી છે, તે જોતાં એવું લાગે છે કે આ આગ એમ શાંત થશે નહીં. ગુજરાતભાર માંથી ક્ષત્રિય સમાજ અને વિવિધ સંગઠનો એક જ માંગ કરી રહ્યા છે કે રૂપાલાણી ટિકિટ રદ થાય. પરંતુ આ બધા વચ્ચે ભાજપ પણ પોતાના નિર્ણય પર અડગ જોવા મળી રહ્યું છે (Patan kshtriya svabhiman sanmelan).
ભારે વિરોધનાં વંટોળ વચ્ચે પણ રૂપાલા 16 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી. તો સામા પક્ષે ક્ષત્રિય સમાજ પણ છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં છે. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય યુવાનોએ 1 યુવાન 10 ભાજપના મત તોડશે ટેગવા શપથ લીધા હતા.
જ્યારે પાટણમાં રૂપાલા વિરુદ્ધ ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાનાના રાજપુતો એકઠા થવાના છે. રૂપાલાના વિવાદિત મુદ્દે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે.