આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ગુજરાતમાં ભાજપની ‘નો રિપીટ થિયરી’ સાઈડમાં, 26 માંથી 12ને ચહેરાઓ તો એના એજ! જુઓ લિસ્ટ

ગાંધીનગર: Loksabha Election 2024 ભાજપની પાંચમી યાદી જાહેર થતાં જ ગુજરાતની 26 બેઠકો પરનું BJPના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે કોણ ક્યાથી લડશે? (Gujarat BJP Candidate List) ભાજપની જાણીતી ‘નો રિપીટ થિયરી’ને સાઈડમાં રાખીને આગામી લોકસભા ચૂંટણીમાં 26 બેઠકો પર માત્ર 14 સાંસદોને જ બદલ્યા છે બાકીના 12 જૂના ચહેરાઓને જ રિપીટ કર્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 એ 26 બેઠકો પર વિજય મેળવનારી ભાજપે 12 નવા ચહેરા સાથે ચૂંટણી મેદાને ઉતરશે.

મહિલા મેદાને
આ વખતે ભાજપે પોતાની ચાર મહિલોય ઉમેદવારોને ચૂંટણી સંગ્રામમાં ઉતાર્યા છે. જામનગરથી પુનમ માડમ, ભાવનગરથી નીમુબેન, બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી, અને સાબરકાંઠાથી શોભનાબેન બારૈયાને મહિલા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

આ પાંચમી યાદી પર જો નજર કરીએ તો એકમાત્ર જુનાગઢમાં જ રાજેશ ચુડાસમા રીપીટ થયા છે. અમરેલીમાં અનેક નામો ચાલ્યા પરંતુ જિલ્લાપંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરીયાનું નામ જોવા મળ્યું હતું. સુરેન્દ્રનગરમાં પણ સરપ્રાઈઝ નામ આપ્યું છે, હળવદ તાલુકાના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સિહોરાની પસંદગી કરવામાં આવી છે.

સાબરકાંઠા સીટ ઉપર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ના પત્ની શોભનાબેન ચૂંટણી જંગમાં ઝંપલાવશે તો વડોદરામાં અનેક નામો ચાલ્યા પણ શિક્ષણ સમિતિના યુવા ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ મળી છે. મહેસાણામાં પણ નવું નામ આવ્યું ચોર્યાસી સમાજના હરીભાઇ પટેલને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button