
અમદાવાદઃ ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોની 93 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. કાળઝાલ ગરમી વચ્ચે લોકો સવારે મતદાન કરવા નીકળા હતા, પંરતુ 12 વાગ્યા બાદ મતદાનની ગતિ થોડી ધીમી પડી છે. દેશમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન અત્યાર સુધી નોંધાયું છે.
રાજ્ય પ્રમાણે વાત કરીએ તો ગુજરાતમાં 37. 83 ટકા, આસામમાં 45.88 ટકા, બિહારમાં 36.69 ટકા, છત્તીસગઢમાં 46.14 ટકા, દાદરા અને નગર હવેલી-દીવ અને દમણમાં 39.94 ટકા, ગોવામાં 49.4 ટકા, કર્ણાટકમાં 41.59 ટકા, મધ્ય પ્રદેશ 44.67 ટકા, ઉત્તર પ્રદેશમાં 38.12 ટકા, મહારાષ્ટ્રમાં 31.55 ટકા અને પશ્ચિમ બંગાળમાં 49.27 ટકા મતદાન નોંધાયું હતું.
હવામાન ખાતાએ અગાઉ કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં 40 ટકા આસપાસ તાપમાન નોધાયું છે, પરંતુ વાતાવરણમાં 43થી 44 ટકા જેટલી ગરમી વરતાઈ રહી છે. મતદાન માટે લોકોએ વહેલી સવારનો સમય પસંદ કર્યો હતો અને સવારે સાડા નવ સુધી સારી ટકાવાર નોંધાઈ હતી, પરંતુ ત્યારબાદ મતદાન ધીમું પડ્યું છે. હવે ફરી ચાર વાગ્યા બાદ લોકો બહાર આવે તેવી સંભાવના છે. જોકે અમદાવાદ, વડોદરા જેવા શહેરમાં ઢળતી બપોરે વધારે ગરમી અનુભવાતી હોય છે, આથી મતદારો આવે તેવી આશા સેવાઈ રહી છે.
મહારાષ્ટ્રની 11 બેઠક પર પણ માત્ર 31 ટક મતદાન નોંધાયું છે.