‘સમાજ માટે બલિદાન આપવું પડે તો પણ હું તૈયાર છું’: અટકાયત બાદ છુટકારો થતાં રાજશેખાવત

અમદાવાદ: રાજકોટ લોકસભા (Lok Sabha Election 2024) બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિયપ્રધાન પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ (Rapala vs kshatriya samaj) ભારે વિરોધ કરી રહ્યો છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનોએ ભારે વિરોધ દર્શાવ્યો છે.
કરણી સેનાના અધ્યક્ષ ડો. રાજ શેખાવતે પણ ક્ષત્રિય સમાજને ઝંડા અને મજબૂત દંડા સાથે ભાજપ કાર્યાલય ‘કમલમ’ના ઘેરાવ કરવાનું આહ્વાન કર્યું હતું. જો કે તેનો ઘેરાવ કાર્યક્રમ આપે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત બાદ તેનો છુટકારો થતાં તેની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે (karani sena Rajshekhavat reaction).
રાજ શેખાવતનો છુટકારો થયા બાદ તેમણે પત્રકારો સાથે વાત કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે, ‘ભાજપા ઈચ્છે તો આ મુદ્દાનો બે મિનિટમાં આ મુદ્દાનું નિરાકરણ આવી જાય. એ લોકોએ કરવાનુ શું છે? માત્ર ટિકિટ રદ કરવાની છે. અમે થોડા કહીએ છીએ કે અમે ક્ષત્રિયોને ટિકિટ આપો! તમારે જેને ટિકિટ આપવી હોય તેણે આપો પરંતુ રૂપાલાની ટિકિટ રદ કરો.’ વધુમાં તેણે જણાવ્યુ હતું કે ક્ષત્રિય આંદોલનને લઈને રણનીતિ ઘડવામાં આવશે.