Lok Sabha Election 2024 : ત્રીજા તબકકામાં અત્યાર સુધી સરેરાશ 10 ટકાથી વધુ મતદાન, ગુજરાતમાં 9.84 અને મહારાષ્ટ્રમાં 6. 64 ટકા મતદાન

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) અંતર્ગત આજે ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ચૂંટણી પંચના(Election Commission) જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યા સુધી આસામમાં 10.12 ટકા, બિહારમાં 10.03 ટકા, છત્તીસગઢમાં 13.24 ટકા, દાદરા અને નગર હવેલીમાં 10.13 ટકા, દમણ અને દીવમાં 10.13 ટકા, ગોવામાં 11.83 ટકા, ગુજરાતમાં 9.84 ટકા, કર્ણાટકમાં 14.07 ટકા, મહારાષ્ટ્રમાં 6.64 ટકા, ઉત્તર પ્રદેશમાં 11.13 ટકા અને પશ્ચિમ બંગાળમાં 14.60 ટકા મતદાન થયું હતું. આજે 11 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર મતદાન (Voting) છે. જેમાં 1331 ઉમેદવારોનું ભાવિ 17 કરોડ મતદારોના હાથમાં છે.
દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા હેઠળ દેશના 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. કુલ 93 બેઠકો માટે 1300 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 120 મહિલાઓ છે. છેલ્લી સામાન્ય ચૂંટણીઓમાં ગુજરાત, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં સ્થિત આમાંથી મોટાભાગની બેઠકો જીતી હતી.
આજે ત્રીજા તબક્કામાં જે બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે તેમાં ગુજરાતની 25, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, મધ્યપ્રદેશની 9, છત્તીસગઢની 7, બિહારની 5, પશ્ચિમ બંગાળની 4-4 બેઠકોનો અને આસામ અને ગોવાની 2 બેઠકોનો સમાવેશ થાય છે.
દેશમાં લોકસભા ચૂંટણી ના ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આજે અમદાવાદમાં મતદાન કર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ પોલિંગ બૂથની બહાર હાજર હતા. અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.