આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

પીએમ મોદીના Rahul Gandhi પર આકરા પ્રહાર, કહ્યું કોંગ્રેસના શહેઝાદા માથા પર બંધારણ રાખીને નાચે છે

ગુજરાતમાં 7 મેના રોજ 25 લોકસભા બેઠક માટે ચૂંટણી યોજવવાની છે. જેના પગલે પીએમ મોદી બે દિવસના ચૂંટણી પ્રચાર માટે રાજ્યના પ્રવાસે છે. ત્યારે આજે પ્રચારના બીજા દિવસે પીએમ મોદીએ આણંદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસના શહેઝાદા બંધારણને માથે રાખીને નાચી રહ્યા છે. કોંગ્રેસના શહેઝાદા માટે પાકિસ્તાનમાં પ્રાર્થનાઓ થઈ રહી છે. પીએમએ કહ્યું, કોંગ્રેસના સમયમાં દેશમાં બે બંધારણ અને બે ઝંડા હતા. મેં કાશ્મીરમાં ત્રિરંગો ધ્વજ લહેરાવીને સરદાર સાહેબનું સપનું પૂર્ણ કર્યું છે.

પીએમ મોદીએ કહ્યું, પાકિસ્તાનના આતંકવાદનું ટાયર પંચર થઈ ગયું છે. જેના હાથમાં એક સમયે બોમ્બ હતો હવે તેના હાથમાં ભીખ માંગવાનો વાટકો છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની નબળી સરકાર આતંકવાદના માસ્ટરોને ડોઝિયર આપતી હતી અને મોદીની મજબૂત સરકાર ડોઝિયરમાં સમય બગાડતી નથી. આ સરકાર આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારી નાખે છે. વડાપ્રધાને કહ્યું કે અહીં કોંગ્રેસ મૃતપાય અવસ્થામાં છે અને ત્યાં પાકિસ્તાન રડી રહ્યું છે. તમે જાણતા જ હશો કે પાકિસ્તાનમાં કોંગ્રેસના શહેઝાદા માટે નમાજ પઢવામાં આવી રહી છે. પાકિસ્તાનને દેશમાં મજબૂત સરકાર નથી જોઈતી તેમને એક નબળી સરકાર જોઈએ છે જે તેને ડોઝિયર આપી શકે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે મોદીની મજબૂત સરકાર ન તો ઝૂકે છે અને ન તો અટકે છે. માત્ર ભારત જ વિશ્વના વિકાસને વેગ આપી શકે છે. દુનિયામાં વિવાદ થાય છે. ત્યારે ભારતને વિશ્વ મિત્ર તરીકે વિવાદો ઉકેલવા માટે આહ્વાન કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button