ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમ જીવલેણ નિવડ્યું, વલસાડમાં હાઇવે પર કાર અથડાતાં ચાર યુવાનોના મોત

વલસાડ: યુવાનોમાં હાઈવે પર પુરપાટ ઝડપે દોડતી ગાડીમાં સોશિયલ મીડિયા લાઈવ સ્ટ્રિમિંગનો ક્રેઝ વધી રહ્યો છે. જો કે આ ઘેલશા ક્યારેક જીવલેણ પણ સાબિત થતી હોય છે.એક દુ:ખદ ઘટનામાં, ગુજરાતના વલસાડમાં હાઇવે પર કાર અથડાતાં રોડ ચાર યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળે છે.
ગુજરાતના વાસદમાં હાઇવે પર ડ્રાઇવરે તેની સ્પીડિંગ કાર પરનો કાબૂ ગુમાવતાં અને વાહન સાથે અથડાતાં ચાર યુવકોના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવી હતી અને ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મળતી માહિતી મુજબ લાઇવ ઇન્સ્ટાગ્રામ વિડિયોમાં, પાંચેય યુવાનો પાર્ટી કરતા, જોરથી મ્યુઝિક પર ડાન્સ કરતા અને લાઇવ ઓડિયન્સને બતાવતા કે તેઓ 140 કિમી/કલાકની ઝડપે કાર ચલાવી રહ્યા છે. જો કે અચાનક જ, ડ્રાઇવરે એક પછી એક ટ્રકને ઓવર કેટ કરવાનું શરૂ કર્યું અને પછી કાર ધડાકાભેર અથડાઈ હતી. મળતી વિગતો મુજબ, કાર ચલાવનાર વ્યક્તિ વિરુદ્ધ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગનો કેસ નોંધવામાં આવ્યો છે.