અમદાવાદમાં હવે એરકુલરની આડમાં દારૂની હેરાફેરી: 21 લાખનો દારૂ ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં હવે દારૂ ઘુસાડવાનો નવો પેંતરો બુટલેગરોએ અજમાવ્યો હતો. વોશિંગ મશીન બાદ હવે એરકુલરમાં દારૂની હેરાફેરી કરતા નરોડા પોલીસે ક્નટેનરમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી રૂ. 79.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના પૂર્વમા આવેલા નરોડા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન દારૂ ભરેલું ક્નટેનર ઘટનાસ્થળે આવતા જ તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. ક્નટેનરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસ દ્વારા 3960 બોટલ સાથે રૂ.21.18 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી કાર, ક્નટેનર, એરફૂલર સહિત રૂ.79.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદ પોલીસના પીસીબીના સ્ટાફે બુધવારે રાતના સમયે નાના ચિલોડા સર્કલથી નરોડા જીઆઇડીસી પાસે બાતમીને આધારે દરોડો પાડીને વોશીંગ મશીનની આડમાં લઇ જવામાં આવી રહેલો રૂ. 17 લાખની કિમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ દારૂ પંજાબથી લોડ કરીને અસલાલી સર્કલ સુધી પહોંચાડવા માટેની સૂચના ડ્રાઇવરને આપવામાં
આવી હતી. ઉ