સુરેન્દ્રનગરમાં પોલીસે 31 લાખના દારૂ સાથે 42 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્તઃ 1 જણ ઝડપાયો…
સુરેન્દ્રનગરઃ અહીંની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે મહાવીરપુરમ મંદિર પાસેથી ટ્રકમાં લઈ જવાતો ગેરકાયદે ઇંગ્લિંશ દારુની બોટલ તથા બીયર નંગ- 24,024 કિંમત રૂ. 31,27,536 તથા અન્ય મુદામાલ મળી કુલ કિંમત રૂ. 41,42,536ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : જય હો: પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2 બની દેશની સર્વશ્રેષ્ઠ સુશાસનવાળી પંચાયત
સુરેન્દ્રનગર એલ. સી. બી.ના પોલીસ ઇન્સ્પેકટર જે. જે. જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેકટર જે. વાય. પઠાણે એલ. સી. બી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી એલ. સી. બી. ટીમને ચોકકસ બાતમી હકીકત મળી હતી કે ટ્રક રજિ. નં. RJ-14-GR-7551નો ચાલક ગેરકાયદે ભારતીય બનાવટનો ઇંગ્લિંશ દારૂ ભરી અમદાવાદથી રાજકોટ તરફ પસાર થનારો છે.
જે હકીકત આધારે વોચમાં રહી પ્રોહી અંગે રેડ કરી આરોપીના કબજા ભોગવટાની ટ્રકમાંથી દારૂનો જથ્થો તથા ટ્રક રજિ. કિંમત રૂ. 10,00,000/-, મો.ફોન- 1 કિંમત રૂ. 5,000 તથા રોકડ રૂ. 10,000 કુલ મળી રૂ. 41,42,536ના મુદામાલ સાથે દોલારામ અમરારામ રૂપરામ (રહે- ગામ રૂપોનીયોકી ઢાણી, કાશ્મીર તા. શીવ થાના.શીવ જિ. બાડમેર, રાજસ્થાન )ને પકડી પાડી મજકૂર ઇસમ વિરુદ્ધમાં નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબ ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કેસમાં સંડોવાયેલા ટ્રક નંબર RJ-14-GR-7551ના ચાલક આરોપી દોલારામ અમરારામ રૂપરામ (રહે-ગામ.રૂપોનીયોકી ઢાણી, કાશ્મીર તા. શીવ થાના. શીવ જિ. બાડમેર, રાજસ્થાન), માલ ભરી આપનારા બલવીરસીગ ઉર્ફે બજરંગ રાજુરામ જાટ (રહે- સાંચોર, રાજસ્થાન), માલ મંગાવનારા મોરબીના અજાણ્યા માણસો અને ટ્રક નંબર RJ-14-GR-7551મા જલંધરથી માલ ભરી લઇ આવનારા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : મોરબીમાં માથાભારે ઇસમ અને બુટલેગરને પાસા હેઠળ જેલ ધકેલ્યા
સુરેન્દ્રનગર એલ. સી. બી.ના આ દરોડામાં પોલીસ ઇન્સ્પેકટર જે. જે. જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેકટર જે. વાય. પઠાણ, પરીક્ષીતસિંહ નરેન્દ્રસિંહ ઝાલા તથા કુલદીપભાઇ બોરીયા તથા વજાભાઇ સાનીયા તથા પેરોલ ફર્લો સ્કોડના મનસુખભાઇ રાજપરા,ભૂપતસિંહ રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.
(સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા)