છલકાયે જામઃ સુરતના અધિકારીઓનો દારૂની મહેફીલ માણતા એક નાગરિકે ઝડપ્યા

સુરત: ગુજરાતમાં દારૂબંધી વચ્ચે અધિકારીઓને દારૂપીવાની છુટ હોય તેમ છેલ્લા છ મહિનામાં સુરત, ખેડા, ગાંધીનગર અધિકારીઓ કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. ત્યારે સુરતમા વધુ એકવાર શહેર મનપા અધિકારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. સીંગણપોર કતારગામના સ્વિમિંગ પુલના એક રૂમમાં મનપાના કર્મીઓને દારૂની મહેફિલ માણતો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. ત્યારે આ પહેલા વડોદરામાં 14મી જાન્યુઆરી 2024ના રોજ એક પોલીસકર્મી સરકારી ગાડીમાં પીતો ઝડપાયો હતો. આ ઉપરાંત ખેડામાં 24મી ફેબ્રુઆરી 2024ના રોજ દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો. તેમજ ગાંધીનગરમાં 20મી એપ્રિલ 2024ના રોજ એલસીબીનો કોન્સ્ટેબલ દારૂ પીતો ઝડપાયો હતો.
Also Read: ચાર્જિગમાં મૂકેલી ઈલેક્ટ્રીક બાઈકમાં બ્લાસ્ટ થતા લાગી આગ અને…
સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ સુરતમાં કોર્પોરેશનના અધિકારીઓ દારૂની મહેપીલ માણતા હોય તેવો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. હાલ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. વિડીયોમાં પાંચથી છ કર્મચારીઓ દેખાય છે. સાથે સાથે દારૂની બોટલ અને નોનવેજ ફૂડ પણ દેખાયા છે.
તેમજ 14મી જાન્યુઆરી 2024ના રોજ વડોદરામાં એક પોલીસકર્મી જેપી રોડ પોલીસ સ્ટેશનની શી-ટીમને ફાળવેલી સત્તાવાર વાહન કારમાં દારૂ પીવાતો હતો. હેડ કોન્સ્ટેબલ તેના મિત્રો સાથે દારૂ ઢીંચી રહેલી હાલતમાં ઝડપાઇ ગયા હતા. આ ઉપરાંત 24મી ફેબ્રુઆરી 2024ના રોજ ખેડામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો જેમાં ખેડા જિલ્લા પોલીસના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર સહિત કુલ છ જણા દેખાય છે. જ્યારે એક અન્ય વ્યક્તિ ઘટના સ્થળે હાજર છે. ડાઈનિંગ ટેબલ પર ચાલી રહેલી કથિત દારૂની મહેફિલ દરમિયાન બે જણા કોઈ વાતને લઈને ઝગડી પડે છે અને ગાળો સાથે મારામારી પર ઉતરી આવે છે. ખેડા પોલીસમાં ફરજ બજાવતા પીઆઈની હાજરીમાં થયેલી મારામારી-ગાળાગાળીનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી.
Also Read: સાંસદ આવ્યા હતા જીતનો જશ્ન મનાવવામાં પણ તરસ્યા ખેડૂતોએ ઘેરી લીધાં
જ્યારે 20મી એપ્રિલ 2024ના રોજ પાટનગર ગાંધીનગરમાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ લોકો માણતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો, આ વિડીયોમાં 15 જેટલા લોકો દેખાઈ રહ્યાં હતા અને તેમાંથી એક વ્યકિત ગાંધીનગર LCBના હેડ કોન્સ્ટેબલ હોવાની વાત બહાર આવી હતી. જોકે આ તમામ ઘટનાઓ મામલે સત્તાવાર માહિતી બહાર આવતી નથી અને સમય જતા લોકોના માનસમાંથી પણ ભૂંસાઈ જાય છે.