Lions saved: લોકોપાયલોટની સતર્કતાને કારણે બે મહિનામાં 13 સિંહના જીવ બચ્યા | મુંબઈ સમાચાર
આપણું ગુજરાતટોપ ન્યૂઝસ્પેશિયલ ફિચર્સ

Lions saved: લોકોપાયલોટની સતર્કતાને કારણે બે મહિનામાં 13 સિંહના જીવ બચ્યા

અમદાવાદઃ ભાવનગર રેલવે ડિવિઝનના પાયલોટની સતર્કતાને કારણે છેલ્લા બે મહિનામાં 13 સિંહના જીવ બચ્યા છે. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. સિંહોની સુરક્ષા માટે વન વિભાગ પણ ખડેપગે રહીને કામગીરી કરી રહી છે.

આ અંગે ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું હતું કે ડિવિઝન દ્વારા ઢસાથી પીપાવાવ, ગાંધકડાથી વિજપડી, રાજુલા શહેરથી પીપાવાવ પોર્ટ અને રાજુલાથી મહુવા સહિતના વન વિસ્તારોમાં ખાસ કાળજી રાખવાની અને હોર્ન વગાડવા અને ઝડપ મર્યાદા નિયંત્રણમાં રાખવાની સુચનાઓ આપવામાં આવી છે. જેનું પાયલોટ દ્વારા પાલન કરવામાં આવી રહ્યો છે.

Read This…Narendra Modi એ શપથ પૂર્વે મહાત્મા ગાંધી અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રેલવે ટ્રેક નજીક સિંહોની હિલચાલ પર વન વિભાગ અને રેલવે પ્રશાસન દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. સિંહો રેલવે ટ્રેકની નજીક હોવાની જાણ થતા જ રેલવે પ્રસાશન દ્વારા સાવચેતીના આદેશો જારી કરવામાં આવે છે. લોકો પાયલોટની સતર્કતાના કારણે એપ્રિલ 2024 અને મે 2024ના માત્ર બે મહિનામાં 13 સિંહને ટ્રેનની અડફેટો આવતા બચાવવમાં આવ્યા હોવાની વાત રાહત આપનારી છે. રેલવે ટ્રેક સિંહોના અવારનવાર થતાં મૃત્યુ બાદ ગુજરાત હાઈકોર્ટે પણ લાલ આંખ કરી હતી અને સખત કાળજી રાખવાના આદેશો આપ્યા છે.

Back to top button