રાજકોટની જેમ જ સૂરતમાં પણ 22 બાળકોના બળીને થયા હતા મોત: અહીં 17 માથી 5 ગેમઝોન સીલ

રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં થયેલી દુર્ઘટના બાદ સૂરત મહાનગરપાલિકા શનિવારથી જ એકશનમાં આવી ગઈ હતી. ગુજરાત સરકારના આદેશ અનુસાર સૂરત મહાનગર પાલિકા,પોલીસ ફાયર વિભાગ અને વીજળી વિભાગની અલગ-અલગ ટિમોએ રાજકોટ ના ટીઆરપી ગેમઝોનની ઘટના બાદ જ સૂરતમાં પગલાં લેવા શરૂ કરી દીધા હતા.સુરત શહેરના 17 ગેમઝોનને શનિવારે જ સીલ કરી દીધા હતા જ્યારે 12 જેટલા ગેમઝોનનો રિપોર્ટ આવવાનો બાકી છે.
જણાવાઈ રહ્યું છે કે, બાકી ગેમઝોનના રિપોર્ટ આવ્યા બાદ તે અંગે નિર્ણય લેવાશે. આ અંગેની માહિતી સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરે આપી. સૂરત મહાનગર પાલિકાએ સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા અગ્નિકાંડમાં આજથી 5 વર્ષ પહેલા થ્યેલા 22 બાળકોના બળીને મોત થયા હતા. ઘટનાને 5 વર્ષ વીતી ચૂક્યા છે આમ છ્તા પીડિત પરિવારોને ન્યાય નથી મળ્યો.
સુરતના 5 ગેમઝોન સીલ
હવે જ્યારે રાજકોટના ટીઆરપી મોલના ગેમઝોનમાં અગ્નિકાંડ થયો છે અને તેમાં બે ડઝનથી વધુ લોકોના જીવ ગયા છે, ત્યારે, સૂરત મહાનગર પાલિકાએ પગલાં લેવાનું શરૂ કરતાં 17 ગેમઝોનમાં તપાસ શરૂ કરી હતી. આ જ 17 માથી 5 ગેમઝોનમાં સુરક્ષાના માપદંડમાં કેટલીક ક્ષતિઓ જોવા મળતા તેને સીલ કરી દીધા હતા. વેસૂ પોલીસ મથક અંતર્ગત આવેલા રિબાઉન્સ ગેમઝોનમાં તપાસચકાસણી માટે અલગ-અલગ વિભાગોના અધિકારીઓની ટિમ તપાસ માટે પહોચી અને તપાસ કરી શરૂ કર્યું હતું. હજુ 12 જેટલા ગેમઝોનના તપાસ કમિટીના રિપોર્ટ આવવાના બાકી છે.રિપોર્ટ આવ્યા બાદ તેમના સામે કાર્યવાહી થશે.