આપણું ગુજરાત

પક્ષીનો જીવ બચાવવા જતાં ફાયર બ્રિગેડ જવાનના શરીરમાંથી વીજળી આરપાર

અમદાવાદ: મકરસંક્રાંતિના તહેવારમાં પતંગોત્સવને લઈને નાના-મોટા અકસ્માતોની ઘણી ઘટનાઓ બનતી હોય છે. તેવામાં અમદાવાદનાં બોપલ વિસ્તારમાંથી એક દર્દનાક સમાચાર આવ્યા છે. આ ઘટનામાં એક પક્ષીને બચાવવા જતાં અમદાવાદ ફાયર બ્રિગેડનો જવાન વીજ કરંટ લાગતાં મોતને ભેટયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, બોપલ ઘુમા રોડ પર આવેલી દેવ રેસિડેન્સી પાસે એક પક્ષીને બચાવવા માટે ફાયર બ્રિગેડને રેસક્યું કોલ આવ્યો હતો, જે બાદ ફાયર બ્રિગેડની ટીમના સભ્ય અનિલ પરમાર ત્યાં પહોંચ્યા હતા. પક્ષીને બચાવતી વખતે હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતા અનિલ પરમારનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આપને જણાવી દઈએ કે મૃતકના પરિવારમાં પત્ની અને એક બાળક છે અને સાણંદના રહેવાસી છે.


ઘટનાની જો વાત કરવામાં તો, અનિલ પરમાર પક્ષીને નીચે ઉતારવા ઉપર ચઢ્યા હતા અને જ્યારે તેનો હાથ હાઈ ટેન્શન વાયરને અડી ગયો ત્યારે તેના શરીરમાં તરત જ વીજળી આરપાર થઈ અને આગ લાગી ગઈ હતી. ત્યાં હાજર તેમના સ્ટાફ દ્વારા તેમને બચાવવાનો તાત્કાલિક પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ બદનસીબે તેની આ કોશિશ નિષ્ફળ રહી હતી.


આ વર્ષે પતંગની દોરીથી કબૂતર, સારસ, હંસ, મોર અને કાગડા સહિત 2,773 પક્ષીઓ ઘાયલ થયા હતા, જેમાંથી 2,619 પક્ષીઓને બચાવી લેવાયા હતા જ્યારે 154 પક્ષીઓના મોત થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button