Gujarat માં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)હાલ વરસાદનું જોર ઘટી રહ્યું છે અને તાપમાનમાં ધીરે ધીરે વધી રહ્યું છે. જોકે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વધારે મજબૂત બની પશ્ચિમ બંગાળ પરથી આગળ વધી મધ્ય ભારત તરફ આવી વિખેરાઈ જાય કે નબળું પડે તો ગુજરાતમાં ઓછી અસર થશે. આ સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત પહોંચશે એટલે ફરી વરસાદની સંભાવના છે. હાલ ક્યાંય અતિભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 124.99 ટકા વરસાદ નોંધાયો છે.
છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે અને આગામી સાત દિવસ પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગ દ્વારા આગામી 18મીથી 21મી સપ્ટેમ્બર સુધીમાં કચ્છ જિલ્લાનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે. પરંતુ અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.
ગુજરાતમાં સરેરાશ 124.99 ટકા વરસાદ નોંધાયો
અત્રે ઉલ્લેખીનય છે કે ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 124.99 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. જેમાં કચ્છમાં 183.3 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 107.88 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 121.03 ટકા અને સૌરાષ્ટ્રમાં 129.74 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 129.18 ટકા વરસાદ ખાબક્યો છે.
Also Read –