આપણું ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં વહેલી સવારથી ઝરમર વરસાદ, ગુજરાતના આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ (Gujarat Rain)જામ્યો છે. બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. બંગાળની ખાડીમાં આ ભાગોમાં સર્જાયેલી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પહોંચશે. જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. પરંતુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે તો કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ત્યારે આજે અને આવનારા બે દિવસ એટલે કે, 29મી અને 30મી જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન થન્ડરસ્ટ્રોમ વોર્નિંગ છે. દરમિાયન આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. અને ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.

હવામાન વિભાગની અગાહી મુજબ બે દિવસ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠાના, ડીસામાં પણ ભારે વરસાદની શક્યતા છે. તથા મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, આણંદ તથા ભરૂચમાં ભારે વરસાદ તો નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે.
આજે 29મી જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત રિઝનમાં આણંદ, સુરત, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હેવી આયસોલેટેડની આગાહી છે.

30મી જુલાઈએ તારીખથી વરસાદમાં ઘટાડો જોવા મળશે. જેમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં યલો એલર્ટ રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. જે બાદ ચોથા અને પાંચમા દિવસે નવસારી, વસલાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા વ્યક્ત દર્શાવામાં આવી છે. આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે વોર્નિંગ રહેશે. ઉપરાંત 35થી 45 કિલોમીટર પ્રતિકલાક પવનની ગતિ રહેશે.

દરમિયાન અમદાવાદમાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાઇ રહી છે. ત્યારે આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘો તૂટી પડશે તેવો માહોલ સર્જાય છે. શહેરના પુર્વ અને પશ્ચિમ વિસ્તારોમા ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button