રાજકોટનાં પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ “લાઈટ હાઉસ” માં સગવડતાના નામે અંધારું
રાજકોટ ખાતે પ્રધાનમંત્રી નો ડ્રીમ પ્રોજેક્ટ એટલે લાઈટ હાઉસ, સ્થાનિકોએ અનેક વખત ગંદકી અંગે રજૂઆત કરી છતાં સમસ્યાનો હલ ન થયાની ફરિયાદ કરી છે.
ડ્રેનેજ,ગટર,પાણી,સોલાર જેવી સમસ્યાની અગાઉ રજુઆત કરવા છતાં હલ ન થતો હોવાનો સ્થાનિકો એ તંત્ર પર આક્ષેપ કર્યો છે.સ્થાનિક લોકો ચોમાસામાં પાણી લીકેજ,છતમાંથી પોપડા પડવા જેવી અનેક સમસ્યા ભોગવી રહ્યા છે.
ભ્રષ્ટાચારના બોરિંગે વડાપ્રધાન શ્રી ના સપનાને ચકનાચૂર કરી નાખ્યું છે છતાં કોઈ પગલાં લેવાતા નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સારી વાતો લોકો સમક્ષ લાવવા માંગે છે પરંતુ તેનું અમલીકરણ સારી રીતે થતું નથી તેવું સપાટી પર સ્પષ્ટ દેખાઈ આવે છે. હાલ પરિસ્થિતિ એવી છે કે સમગ્ર રાજકોટમાં શરદી ઉધરસ તાવ ના વાયરા શેરીએ ગલીએ ફેલાયેલા છે વિસ્તારમાં ડ્રેનેજની ગટર ઉભરવાને લીધે ભયંકર રોગચાળો વક્રે તેવી સ્થિતિ ઊભી થઈ છે.છતાં નીમ્ભર તંત્ર ફરિયાદ ને ગંભીરતાથી લેતું નથી.ન છૂટકે લોકોએ આંદોલનનો માર્ગ અપનાવો પડે છે.રાજકોટની સ્થાનિક નેતાગીરી રહીશોના મદદમાં હવે શું કરી શકે છે તે જોવાનું રહ્યું.
કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રીમ હાઉસ પ્રોજેક્ટ માં નબળું બાંધકામ થી પાણી નિકાલની વ્યવસ્થા નથી રાખી ઉપરાંત ચોમાસામાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન છે બાંધકામમાં ત્યાંના લોકોના કેવા પ્રમાણે “લોટ પાણી અને લાકડા” જેવી નબળી પરિસ્થિતિથી બાંધકામ કરવામાં આવ્યું છે. છત દીવાલ પ્લમ્બિંગ ગટર વ્યવસ્થા બધી જગ્યાએ ગોલમાલ કરી હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે.