વરસાદ પહેલા જ સરદાર સરોવર ડેમની સપાટી વધી તો ભાદર 2 માંથી છોડાયુ પાણી
ગાંધીનગર રાજ્યમાં ચોમાસાના પ્રારંભનો સમય છે. રાજ્યના દક્ષિણ ભાગોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આ સમયમાં રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોને સીંચાઇ માટે ભાદર 2 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જો કે ખેડૂતો દ્વારા આ મામલે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી કે આગોતરા વાવેતર માટે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે.
ધોરાજી તાલુકાના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમમાંથી પાણી છોડવા માટે ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી હતી, ખેડૂતોએ કરેલા આગોતરા વાવેતર માટે સીંચાઇ માટે પાણી છોડવાની માંગ પર પાણી છોડવાની અરજી કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને 140 ક્યુસેક પાણી કેનાલ દ્વારા છોડવામાં આવ્યું હતું. જેથી કપાસ, મગફળી, સોયાબીન સહિતના વાવેતર કરનાર ખેડૂતોને ફાયદો મળશે.
એકબાજુ સૌરાષ્ટ્રમાં ખેડૂતો તેમના આગોતરા પાક માટે સિંચાઇ માટે પાણી છોડવાની માંગ કારવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતની જીવાદોરી ગણાતી સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે અને આથી ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમમાં 94,405 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જો કે પાવરહાઉસમાંથીઓ નર્મદા કેનાલમાં 5,365 ક્યુસેક પાણીની જાવક છે.