Leopord Death: પેસેન્જર ટ્રેનની અડફેટે ધોરાજીમાં 3 દીપડાના મોત | મુંબઈ સમાચાર

Leopord Death: પેસેન્જર ટ્રેનની અડફેટે ધોરાજીમાં 3 દીપડાના મોત

ધોરાજી: શુક્રવારે મોડી રાત્રે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની હદમાં પેસેન્જર ટ્રેનની ટક્કરથી માદા દીપડા અને તેના બે બચ્ચાનું મોત થયું હતું. રાજકોટ વન વિભાગના અધિકારી જણાવ્યું હતું કે, પોરબંદર તરફ જતી ભાવનગર-પોરબંદર લોકલ પેસેન્જર ટ્રેન રાત્રે 8 વાગ્યે ધોરાજી શહેરની બહાર ભાદર નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.

અધિકારીએ જણાવ્યું કે આ એક એક સાંકડો પુલ છે અને પોરબંદર તરફ જતી ટ્રેને સામેથી પુલ પર ચાલતા ત્રણ દીપડાઓને ટક્કર મારી હતી. ત્રણેય દીપડાને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અધિકારીએ જણાવ્યું કે માદા દીપડાની ઉંમર લગભગ ત્રણથી પાંચ વર્ષની હતી જ્યારે તેના બચ્ચા આઠથી નવ મહિનાના હતા. એક બચ્ચું નર અને એક માદા હતું. પુલ સાંકડો હોવાથી ટ્રેન પુલના ડેક પર આવી ત્યારે પ્રાણીઓને બચવાનો રસ્તો નહોતો. જ્યારે અમે રાત્રે 8.30 વાગ્યે સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્રણ દીપડા પુલના ડેક પર રેલ્વે ટ્રેકની બાજુમાં મૃત હાલતમાં પડેલા હતા. પેસેન્જર ટ્રેન પોરબંદર તરફ આગળ વધી ગઈ હતી ત્યારે પશ્ચિમ રેલ્વેના ભાવનગર વિભાગના અધિકારીઓએ વન વિભાગને ઘટનાની જાણ કરી હતી.

સંબંધિત લેખો

Back to top button