રાજકોટમાં વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે..
છેલ્લા ઘણા સમયથી રાજકોટ ખાતે નવું કોર્ટ બિલ્ડીંગ તો આપ્યું પરંતુ નવી મગજમારી પણ શરૂ થઈ છે. નવા કોર્ટ બિલ્ડિંગમાં વકીલોને ટેબલ સ્પેસ આપવા માટે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમુક સિનિયર એડવોકેટેડ બે બે ટેબલઓ રાખી દીધા છે જેની સામે જુનિયર એડવોકેટને એક ટેબલની પણ જગ્યા મળતી નથી.
નવી કોર્ટ બિલ્ડિંગમાં વકીલો માટે જગ્યા ફાળવવા મામલે છેલ્લા કેટલાક દિવસથી ગજગ્રાહ ચાલી રહ્યો છે.
આ કારણસર વકીલોએ આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા એલાન કર્યું છે. આજે કોઈ વકીલો કોર્ટની કાર્યવાહી નહીં કરે.
નવી કોર્ટ બિલ્ડિંગમાં તકેદારીના ભાગ રૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
વકીલો માટે હડતાલ પાડવી કાયદા અને નિયમ વિરૂદ્ધ હોઈ વકીલોએ કામ થી અલિપ્ત રહેવાની નીતિ અપનાવી છે.
કોર્ટના બિલ્ડીંગ વિસ્તારમાં ચર્ચા થઈ રહી હતી કે અત્યાર સુધી વકીલો વચ્ચે વાતાવરણ સારું હતું પરંતુ જ્યારથી રાજકારણને પ્રવેશ કર્યો છે ત્યારથી ચર્ચા ઉગ્ર ચર્ચા અને મારામારી સુધી વાત પહોંચી જાય છે સમાજનો એક વર્ગ વકીલના વ્યવસાયને “વ્હાઇટ કોલર જોબ ” ના દરજ્જામાં મૂકે છે પરંતુ અમુક વરવા દ્રશ્યો જોતા શરમથી માથું ઝૂકી જાય છે.
ખરેખર આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે પ્રશ્ન છે.