રાજકોટના નવા કોર્ટ બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં ટેબલ રાખવા મુદ્દે વકીલો વચ્ચે બબાલ

રાજકોટઃ રાજકોટના નવા બનેલ કોર્ટ પરિસરમાં વકીલો વકીલો વચ્ચે નામ જોગ ટેબલ રાખવા મુદ્દે બબાલ થયાનું બહાર આવ્યું છે.નવા કોર્ટ બિલ્ડિંગમાં છેલ્લા પાંચ વર્ષમાં જે વકીલો આવ્યા છે એટલે કે જુનિયર વકીલો તેમના ટેબલ પરિસરમાં અંદર આવતા રોકવામાં આવ્યા હતા વકીલોની ફરિયાદ છે કે તાજેતરમાં ચૂંટાયેલી સમિતિના તમામ હોદ્દેદારો સભ્યો અને તેમના લાગતા વળગતાઓના ટેબલ ગોઠવાઈ ગયા છે પરંતુ હજુ ઘણા વકીલોના ટેબલોને કોર્ટના પરિસરમાં જ પ્રવેશ આપવા દેવામાં આવતો નથી.
વકીલોના ટેબલ નહિ રાખવા દેતા વકીલોએ હોબાળો મચાવ્યો હતો.નવી બનેલ બોડીના વકીલોના ટેબલ સેટિંગ કરી કોર્ટ પરિસરમાં મૂકવાનો અન્ય વકીલોએ આરોપ લગાવ્યો હતો.અન્ય વકીલોના ટેબલ મૂકવા આવેલ રીક્ષા પણ નથી અંદર આવવા દેતાનો પણ વકીલોએ આક્ષેપ કર્યો છે.
નવી ચૂંટાયેલી સમિતિના હોદ્દેદારોના કહેવા મુજબ ડિસ્ટ્રિકટ જજ ની મનાઈ હોવાને કારણે ટેબલ રાખવા દેવામાં આવ્યા નથી, પરંતુ ડિસ્ટ્રિક્ટ જજના કહેવા મુજબ તેઓને આ મામલે કશી ખબર નથી છેલ્લે એક જનરલ બોર્ડ બોલાવી અને તેમાં નિર્ણય લેવાશે કે કોર્ટના પરિસરમાં કેટલા ટેબલો કઈ રીતે ગોઠવવામાં આવશે તેઓ નિર્ણય લેવાયો છે.